Mumbai

બોરીવલીના પીએસઆઈ સવા લાખની લાંચ લેતાં ઝડપાયા

By GS Team
7 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈના બોરીવલી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI જ્ઞાનેશ્વર પરાડેને ACBએ 1.30 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. 65 વર્ષના વૃદ્ધ ફરિયાદીએ પોતાની અને બહેનોની ધરપકડ ટાળવા તથા કેસમાં મદદ કરવા માટે PSI પરાડેએ લાંચ માંગી હતી. ACBએ છટકું ગોઠવી પોલીસ મથકમાં જ તેમને પકડી લીધા અને વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોરીવલીના પીએસઆઈ સવા લાખની લાંચ લેતાં ઝડપાયા

પોલીસ મથકમાં જ સફળ ટ્રેપ

વૃદ્ધ ફરિયાદીને કેસમાં મદદ ન કરવા તથા બહેનોની ધરપકડ ન કરવા  લાંચ માગી

મુંબઈ -  એન્ટ્રી  કરપ્શન બ્યુરો (એસીબી)એ બોરીવલી પોલીસ મથકમાં તૈનાત એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) જ્ઞાાનેશ્વર પરાડેની સોમવારે સાંજે ૧.૩૦ લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કરી હતી.

 ૬૫ વર્ષના એક વ્યક્તિએ ૨૯ સપ્ટેમ્બરના રોજ એસીબી સામે લાંચ બાબતની એક લેખિત ફરિયાદ આપી હતી. ફરિયાદી અનુસાર તેમની અને બે બહેનો સામે દાખલ ગુનામાં ધરપકડ ન કરવા અને તપાસમાં સહયોગ આપવા બોરીવલી પોલીસ મથકના પીએસઆઈ જ્ઞાાનેશ્વર પરાડેએ ૧.૫૦ લાખની લાંચની માગણી કરી હતી. જોકે અંતે તડજોડ બાદ અધિકારી ૧.૩૦ લાખ રૃપિયા માટે સહમત થયા હતા.

એસીબીએ ૩૦ સપ્ટેમ્બરના લાંચની માગણીની પંચ સામે ચકાસણી કરી હતી. લાંચની માગણી સાબિત થયાબાદ એસીબીએ તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને પાંચમી  ઓક્ટોબરના રોજ એસીબીની ટીમે બોરીવલી પોલીસ મથકમાં ફરિયાદી પાસેથી ૧.૩૦ લાખ સ્વીકારતા પીએસઆઈ પરાડેને રંગે હાથે પકડી લીધા હતા.

આ કાર્યવાહી દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને તેના નિવાસસ્થાનની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે એસીબીની ટીમ વિગતવાર તપાસ ચલાવી રહી છે.