Mumbai

અમિતાભ બચ્ચનનો બંગલૉ ‘જલસા’, બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઈમાં હાઈ એલર્ટ!

By GS Team
6 Nov 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ફરી બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું છે. બોમ્બે હાઈકોર્ટને મળેલા ધમકીભર્યા ઈમેલમાં અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા', બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સને ઉડાવી દેવાની ચેતવણી અપાઈ છે. મુંબઈ પોલીસે શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી, તપાસ શરૂ કરી છે. અમિતાભને ટૂંકા સમયમાં બીજી વાર નિશાન બનાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભ બચ્ચનનો બંગલૉ ‘જલસા’, બોમ્બે હાઈકોર્ટ અને BSEને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મુંબઈમાં હાઈ એલર્ટ!

Mumbai Bomb Threat: Amitabh Bachchan Bungalow, Bombay HC, BSE On High Alert | માયાનગરી મુંબઈમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે. એક ધમકીભર્યા ઈમેલ દ્વારા બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જુહુ સ્થિત બંગલો 'જલસા', બોમ્બે હાઈકોર્ટ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને વર્લી રેસકોર્સ સહિતના અતિ-સંવેદનશીલ અને હાઈ-પ્રોફાઈલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

ધમકી મળતા જ મુંબઈ પોલીસ હાઈઍલર્ટ

આ ધમકીભર્યો ઈમેલ બોમ્બે હાઈકોર્ટને મળ્યો હતો, જેમાં આ તમામ મહત્વપૂર્ણ સ્થળો પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઈમેલ સામે આવતાં જ મુંબઈ પોલીસે તાત્કાલિક સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. પોલીસ હાલ આ ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવા માટે સઘન તપાસ કરી રહી છે.

અમિતાભ બચ્ચનને ટૂંકા ગાળામાં બીજી વાર નિશાન બનાવાયા

બિગ બી અમિતાભ બચ્ચન સામે ધમકીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ 22 ઓક્ટોબરના રોજ શહેરની એક શાળાને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેલમાં પણ આ વરિષ્ઠ અભિનેતાનું નામ લેવામાં આવ્યું હતું. જોકે તે સમયે તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે બચ્ચનને કોઈ સીધી ધમકી મળી નહોતી. તે ઘટના પછી તરત જ અમિતાભ બચ્ચનની દર રવિવારે ઘરની બહાર ચાહકોને મળવાની પરંપરાગત રીતમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. બચ્ચન પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે બુલેટપ્રૂફ/પ્રોટેક્ટિવ ગ્લાસ શિલ્ડની પાછળ ઊભા રહીને ચાહકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા. આ દ્રશ્ય સામે આવ્યા બાદ ‘ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન’એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી અને બોલિવૂડ સિતારાઓ તેમજ તેમના પરિવારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

બોલિવૂડમાં ભયનો માહોલ: બિશ્નોઈ ગેંગના નામે સતત ધમકીઓ

ટાઈગર શ્રોફ પર હુમલો
18 ઓક્ટોબરના રોજ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનો દાવો કરાયો હતો.

તુષાર કપૂર અને આયુષ્માન ખુરાના
આ જ સપ્તાહમાં અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને બિશ્નોઈ ગેંગના નામે ધમકીઓ મળી હતી. પોલીસ હજુ પણ તે ધમકીભરી ઓડિયો ટેપની સચ્ચાઈ તપાસી રહી છે. આ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બુધવારે બેંગલુરુ સ્થિત 30 વર્ષીય આઈટી એન્જિનિયરની ધરપકડ કરી હતી, જેણે કપૂર અને ખુરાનાને ધમકીઓ મોકલી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં આ યુવકનો બિશ્નોઈ ગેંગ સાથે કોઈ સત્તાવાર સંબંધ હોવાના પુરાવા મળ્યા નથી.