Mumbai

બોલિવુડના કોમેડિયન એક્ટર મુશ્તાક ખાનનું અવસાન

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડી એક્ટર મુશ્તાક ખાનનું 56 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. ફેફસાંના કેન્સરની સારવાર દરમિયાન ગુરુવારે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. 'વેલકમ', 'ગદ્દર', 'આશિકી' જેવી અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી, દર્શકોને હસાવ્યા હતા. શુક્રવારે અંધેરીના યારી રોડ કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવુડના કોમેડિયન એક્ટર મુશ્તાક ખાનનું અવસાન

ફેફસાંના કેન્સરની સારવાર ચાલતી હતી

૫૬ વર્ષના મુશ્તાક ખાને  વેલકમ, ગદ્દર,  આશિકી, સ્ત્રી, હમ હૈ રાહી પ્યાર કેમાં  યાદગાર ભૂમિકાઓ ભજવી

મુંબઇ -  હિન્દી ફિલ્મોમાં કોમેડી એક્ટર તરીકે લોકપ્રિય મુશ્તાક ખાનનું ૫૬ વર્ષની વયે ફેફસાંના કેન્સરના કારણે મુંબઇની એક હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગુરૃવારે સાંજે સાત વાગ્યાના સુમારે અવસાન થયું હતું. મુશ્તાક ખાનની દફન વિધિ શુક્રવારે સવારે અંધેરીમાં આવેલાં યારી રોડ કબ્રસ્તાનમાં યોજાશે.

મુશ્તાક ખાનને ફેફસાંના કેન્સરની બિમારીની પાંચ વર્ષ અગાઉ જાણ થઇ હતી. પછી સારવાર બાદ સારૃ થઇ ગયું હતું પણ તાજેતરમાં કેન્સરે ફરી ઉથલો માર્યો હતો. પખવાડિયાથી તેમની વિલે પાર્લેમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં રાખીને સારવાર કરવામાં આવી રહી હતી.

મુશ્તાક ખાને ૧૯૮૦માં આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યુ આતા હૈ ફિલ્મથી ફિલ્મલાઇનમાં પ્રવેશ કર્યો હતો. મુશ્તાક ખાને ત્રણ દાયકામાં ફેલાયેલી ફિલ્મ કારકિર્દીમાં મોટે ભાગે સહાયક અભિનેતાની તથા કોમેડી ભૂમિકાઓ ભજવી હતી. વેલકમ ફ્રેન્ચાઇઝમાં બલ્લુના પાત્રમાં તેમનું કામ ખૂબ વખણાયું હતું. તેમણે સ્ત્રી ટુ, ગદર વન અને ટુ,આશિકી, મુઝ સે શાદી કરોગી અને હમ હૈ રાહી પ્યાર કે ફિલ્મોમાં પણ નોંધપાત્ર ભૂમિકાઓ ભજવી હતી.

મુશ્તાકખાને પોતાની ફિલ્મજગતમા એન્ટ્રીનું શ્રેય એક મુલાકાતમાં સલીમખાનને આપ્યું હતું. સલીમખાનને એક નાટકમાં તેમની ભૂમિકા ખૂબ ગમતાં તેમણે તેમના નામની ભલામણ મહેશ ભટ્ટને કરી હતી. જેના પગલે તેમને મહેશ ભટ્ટની ફિલ્મ કબજામાં ભૂમિકા મળી હતી.

૨૦ નવેમ્બર ૨૦૨૪માં મુશ્તાક ખાન મેરઠમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા ત્યારે તેઓ અપહરણનો ભોગ બન્યા હતા. દિલ્હી એરપોર્ટથી જ તેમને કારમાં બેસાડી બિજનૌર લઇ જવામાં આવ્યા હતા. બદમાશોએ તેમને બાર કલાક પરેશાન કરી એક કરોડ રૃપિયાની ખંડણી માંગી હતી. મુશ્તાકે જ્યારે જણાવ્યું કે તેમની પાસે એટલાં નાણાં નથી ત્યારે અપહરણકારો તે વાત માનવા તૈયાર નહોતાં. ગમે તેમ જાન બચાવી મુશ્તાક ખાન ત્યાંથી બચી નીકળ્યા હતા.