Mumbai

ભાગ્યશ્રીએ ગણેશ આરતી કરતાં પરિવારમાં વારસાનો વિવાદ

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેત્રી ભાગ્યશ્રી સાંગલીમાં ગણેશોત્સવમાં આરતી કરવા જતાં રાજવી પરિવારમાં વિવાદ વકર્યો છે. પિતા વિજયસિંહ રાજે નારાજ છે, કારણ કે તેમણે 2024માં આદિત્ય રાજેને વારસદાર જાહેર કર્યા છે. ભાગ્યશ્રીએ પુત્રી તરીકે હક્ક જતાવતાં પિતાએ તેને પરંપરામાં ભાગ લેવાનો કોઈ હક્ક ન હોવાનું સ્પષ્ટ કર્યું છે. આ ઘટનાથી રાજકારણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાગ્યશ્રીએ ગણેશ આરતી કરતાં પરિવારમાં વારસાનો વિવાદ

ભાગ્યશ્રીનાં પગલાંથી પિતા નારાજ

રાજવી પરિવારમાં વારસદાર જાહેર થઈ ચૂક્યો છે, ભાગ્યશ્રીએ પુત્રી તરીકે હક્ક જતાવતાં નારાજગી                                                                                

મુંબઇ -  એકટ્રેસ ભાગ્યશ્રીએ ચાર વર્ષ બાદ  સાંગલીમાં પારિવારિક ગણેશોત્સવમાં જઈને ગણેશ આરતી કરતાં રાજ પરિવારમાં વિવાદ વકર્યો છે. ભાગ્યશ્રીના પિતા વિજયસિંહ રાજેએ જાહેર કર્યું છે કે ભાગ્યશ્રીને આ પરંપરામાં ભાગ લેવાનો કોઈ હક્ક નથી અને પોતે અગાઉ જ અન્ય વારસદાર જાહેર કરી ચૂક્યા છે.

બીજી તરફ ભાગ્ય શ્રીએ જણાવ્યું હતું કે તેના પિતા વિજયસિંહ રાજેની તબિયત સારી ન હોઇ મને લાગ્યું કે બેટીઓમાંથી કોઇ એકે પરિવારની પરંપરા આગળ વધારવા આગળ આવવું જોઇએ.

જોકે, વિજયસિંહે જણાવ્યું હતું કે હું એકદમ સાજો છું મને સમજાતું નથી કે મારી ગેરમોજૂદગીમાં ભાગ્ય શ્રીએ આ રસમ નિભાવવાની શું જરૃર પડી? આની પાછળ શું રાજકારણ છે એવો સવાલ પણ તેમણે કર્યો હતો. ગણેશપૂજાનો અધિકાર વિજયસિંહ રાજે અને તેમના પત્ની રાજલક્ષ્મી રાજે પટવર્ધનનો છે.

આ શાહી દંપતીએ જણાવ્યું હતું કે હું પુત્રી છું એટલે કશું પણ કરી શકું એવું વલણ કોઇએ ન અપનાવવું જોઇએ. આદિત્ય રાજે એ અમારો એકમાત્ર ઉત્તરાધિકારી છે.

આદિત્ય મંદિર ટ્રસ્ટનો મેનેજર અને ભાગ્ય શ્રીના મામાનો પુત્ર જયદીપ અભ્યંકરનો પુત્ર છે. જાન્યુઆરી ૨૦૨૪માં પટવર્ધન પરિવારે તેને દત્તક લીધો હતો. તેને સાંગલી વંશ અને પરિવારની પરંપરાઓનો ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યો છે.