બાંગ્લાદેશી મહિલાએ જામીન માટે ભારતીય વોટર આઈડી આપ્યું

Updated: Jan 24th, 2023


એક્ટર સાહિલ ખાન સાથે છેંતરપિંડી કરી હતી

અગાઉ જીમમાં મેમ્બરશિપ માટે બાંગ્લાદેશી પાસપોર્ટ રજૂ કર્યો હતો

મુંબઇ :  બોલીવૂડના અભિનેતા સાહિલ ખાનની ફરિયાદ બાદ જામીન મેળવવા નકલી મતદાર ઓળખપત્ર રજૂ કરવાના આરોપસર એક દંપતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સાહિલ ખાને એવો આરોપ કર્યો હતો કે મહિલા બાંગ્લાદેશી નાગરિક છે ખાન સાથે થયેલ છેતરપિંડીના એક કેસમાં  આગોતરા જામીન મેળવવા નકલી મતદાર ઓળખપત્રનો ઉપયોગ કર્યો હતો.

સાહિલ ખાને સોનિયા અહેમદ (૩૦) અને કરણકુમાર ધીરે  (૩૪) તેમના સ્ટોરમાંથી બાવન હજાર રૃપિયાની કિંમતના પ્રોટીન સપ્લેમેન્ટની ખરીદી કરી તેનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ ગયા હોવાનું જણાવી ૨૦૧૯માં પોલીસમાં ફરિયાદ કરી હતી. ત્યાર બાદ દંપતિએ ખાનના ફોટોશોપ કરેલા અશ્લીલ ફોટાઓ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હોવાનો આરોપ કર્યો હતો. અંધેરી (વે)માં રહેતા ખાને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ૨૦૧૯માં તે દંપતિને ઓશિવરાની એક પ્રખ્યાત જીમમાં મળ્યો હતો. ત્યારે બન્ને વચ્ચે ઓળખાણ થયા બાદ તેમણે અભિનેતાના સ્ટોરમાંથી પ્રોટીન સપ્લિમેન્ટ્સ ખરીદ્યા હતા. જોકે તેનું પેમેન્ટ કરવામાં નિષ્ફળ નિવડયા હતા.

ખાને ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ દંપતિએ દિંડોશીની સેશન્સ કોર્ટમાં અરજી કરી આગોતરા જામીન મેળવ્યા હતા. સોનિયા એહેમદે શરૃઆતમાં જીમમાં તેનો પાસપોર્ટ સબમીટ કર્યો હતો. જેમાં તે બાંગ્લાદેશી હોવાનું જણાવ્યું હતું જ્યારે કોર્ટમાં તેણે ઓળખપત્ર તરીકે ભારતીય મતદાર ઓળખપત્ર રજૂ કર્યું હતું તેથી ખાનના વકીલે આ બાબતે કોર્ટનું ધ્યાન દોર્યા બાદ વધુ તપાસ કરી દંપતિ સામે એફઆઇઆર નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


    Sports

    RECENT NEWS