VIDEO: ઇંગ્લેન્ડ બેટરના શોટ બાદ શુભમન ગિલના માથા પર વાગ્યો બોલ, માંડ-માંડ બચી આંખ
England vs India match : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન ટેસ્ટ મેચની શરૂઆતના ત્રણ દિવસો શુભમન ગિલ સતત ચર્ચામાં રહ્યા છે. આ મેચ પહેલા અને બીજા દિવસે ગિલે તેની બેટિંગ જલવો બતાવ્યો અને યાદગાર બેવડી સદી ફટકારી ઇતિહાસ રચ્યો. પરંતુ મેચના ત્રીજા દિવસે ભારતીય કેપ્ટન સાથે એક મોટી દુર્ઘટના ટળી હતી. ટીમ ઇન્ડિયાની ફિલ્ડિંગ દરમિયાન ઇંગ્લેન્ડના એક બેટરે જોરદાર શોટ મારતા બોલ સીધો ગિલના માથામાં વાગ્યો અને અતિશય દુખાવાથી તેણે ચીસો પાડી હતી. પરંતુ તેમાં રાહતની વાત એ હતી કે, આ ઘટનામાં તેની આંખ બચી ગઈ હતી.
ગિલના માથા પર જોરથી વાગ્યો બોલ
બ્રુકની આવી જ આક્રમક બેટિંગના નિશાન પર અચાનક ગિલ પોતે આવી ગયો હતો. હકીકતમાં બન્યું એવું કે, ઇનિંગની 37મી ઓવર રવિન્દ્ર જાડેજાએ લીધી હતી. આ ઓવરના બીજા બોલ પર બ્રુકે એક જોરદાર શોટ રમ્યો. આ બોલને યોગ્ય રીતે ફટકારી શક્યો નહીં. બોલ બેટની ધાર પર વાગ્યો અને સ્લિપ પર સ્થિત ગિલ તરફ ગયો. પરંતુ શોટ એટલો જોરથી ફટકાર્યો કે બોલ સીધો જ ગિલના માથા પર આવ્યો હતો. માથા તરફ આવતા બોલને પકડવાની કોશિશ કરી, પરંતુ બોલની ફાસ્ટ ગતિ સામે તે હારી ગયો અને તે સીધો તેના માથાની ડાબી બાજુ વાગ્યો.
માંડ-માંડ બચી આંખ
ફિલ્ડિંગ દરમિયાન ન તો કેચ થયો કે ન તો રન રોકી શકાયા. પરંતુ બોલ સીધો ગિલના માથા પર જોરથી વાગ્યો અને ભારતીય કેપ્ટન પીડામાં જોવા મળ્યો. જોકે, મહત્ત્વની વાત એ હતી કે, આ દુર્ઘટનામાં તેની આંખ બચી ગઈ, કારણ કે બોલ તેની ડાબી આંખમાં માંડ એક કે દોઢ ઇંચનો નજીક વાગ્યો હતો. જો આ બોલ ગિલની આંખમાં વાગ્યો હોત તો દુર્ઘટના થઈ હોત અને તેના કરિયર માટે ખતરનાક સાબિત શકત. ગિલ ઘાયલ થતાં જ ટીમ ઇન્ડિયાના ફિઝિયો તરત જ મેદાન પર દોડી આવ્યા અને તેમણે ગિલની તપાસ કરી. ત્યાર બાદ ગિલ ફિટ જોવા મળ્યો અને તરત જ રમવા લાગ્યો હતો.