વ્હોટસ એપ પર અભદ્ર તસવીરો મોકલવા માટે પણ એટ્રોસિટી લાગુ પડી શક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સોશિયલ મીડિયા પોસ્ટ પણ જાહેર કૃત્ય સમકક્ષ ગણાય
જાતીય સંબંધની માગણી નકારતાં મહિલાના ફોટા વાયરલ કરનારા આરોપીના આગોતરા જામીન હાઈકોર્ટે નકાર્યા
મુંબઈ - વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની મહિલાના વાંધાજનક વીડિયો અથવા ફોટોગ્રાફ્સનું પ્રસારણ 'જાહેર દૃષ્ટિએ' કરવામાં આવેલ કૃત્ય ગણી શકાય અને આવી સ્થિતિમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એસસી/એસટી એક્ટ) ની જોગવાઈઓ લાગુ કરી શકાય છે, એમ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ઠરાવ્યું છે.
ન્યાયાધીશ યશિવરાજ ખોબરાગડેએ નિખિલ થેપલેની આગોતરા જામીન અરજી ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરી હતી. કેસ મુજબ, પીડિતા અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ સમુદાયની છે. એવો આરોપ છે કે આરોપીએ જાતીય સંભોગની માંગણી કરી હતી પીડિતાએ ના પાડયા પછી, તેણે તેના વાંધાજનક વીડિયો અને ફોટોગ્રાફ્સ બનાવ્યા અને બાદમાં તેને તેના પતિ, ભાભી અને અન્ય સંબંધીઓને અલગ અલગ નંબર પરથી વોટ્સએપ દ્વારા મોકલ્યા હતા. આરોપીએ દલીલ કરી હતી કે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિનો વાંધાજનક વિડિયો કે તસવીર ફેલાવવી એટ્રોસિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ જગજાહેર કરવામાં આવેલું કૃત્ય ગણી શકાય નહીં. આ આધારે આગોતરા જામીનની માંગ કરવામાં આવી હતી.
જોકે, ઉપલબ્ધ સામગ્રી પર વિચાર કર્યા પછી, હાઇકોર્ટે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ એસસી/એસટી કાયદાની સંબંધિત કલમોના આવશ્યક તત્વો કેસમાં હાજર હોય તેવું લાગે છે. કોર્ટે ખાસ નોંધ્યું હતું કે વાંધાજનક વિડિઓઝ અને છબીઓ વોટ્સએપ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ જ કેસમાં, જસ્ટિસ ખોબરાગડેએ માર્ચમાં આરોપીને વચગાળાની રાહત આપી હતી, તે સમયે એફઆઈઆરમાં એસસી/એસટી એક્ટની કલમોની લાગુ પડવાની શક્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. જો કે, રેકોર્ડ પરની સામગ્રીની વિગતવાર સમીક્ષા કર્યા પછી, કોર્ટે પાછળથી તારણ કાઢયું કે આરોપી સામે પ્રથમ દૃષ્ટિએ મજબૂત કેસ અસ્તિત્વમાં છે અને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.




