Mumbai

અરૃણા ઇરાનીએ પતિ કુકુ કોહલીના અવસાનના બે મહિને કામ શરૃ કર્યું

By GS Team
20 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ૭૭ વર્ષીય પતિ કુકુ કોહલીના નિધનના બે મહિના બાદ, ૮૦ વર્ષીય અરુણા ઈરાની ફરીથી સેટ પર હાજર થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર ચાહકોનો આભાર માન્યો અને જણાવ્યું કે તેઓ મુશ્કેલ સમયમાં પણ પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરશે. અરુણા ઈરાનીએ કુકુ કોહલી સાથેના તેમના ખાનગી લગ્નો અને તેના પર થયેલી ટીકાઓ વિશે પણ વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અરૃણા ઇરાનીએ પતિ કુકુ કોહલીના અવસાનના બે મહિને કામ શરૃ કર્યું

૮૦ વર્ષની વયે ફરી સેટ પર હાજર

મુશ્કેલ સમયમાં પડખે રહેલા ચાહકોનો એક  પોસ્ટમાં  અરૃણા ઇરાનીએ આભાર માન્યો                                                                                                                                                     

મુંબઇ -  ૨૫ ઓગસ્ટે ૭૭ વર્ષના વયે કુકુ કોહલીનું હાર્ટ એટેકમાં અવસાન થયાના બે મહિના બાદ અરૃણા ઇરાનીએ સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ મુકી મુશ્કેલ સમયમાં પડખે રહેવા બદલ ચાહકોનો આભાર માની પોતે ફરીથી કામ શરૃ કરી રહી હોવાનું જણાવ્યું હતું.  ૮૦  વર્ષની વયે અરુણા ઈરાની ેસેટ પર પાછાં ફરી પોતાનાં પ્રોફેશનલ કમીટમેન્ટસ પૂરાં કરશે.

કુકુ ક ોહલી પરિણિત હતા અને તેમને બે પુત્રીઓ હોઇ અરૃણા ઇરાનીએ તેમના કુકુ કોહલી સાથેના લગ્ન ખાનગી રાખ્યા હતા. એક મુલાકાતમાં અરૃણાઇરાનીએ જણાવેલું કે આ મુશ્કેલ નિર્ણય હતો પણ કુકુ મારી પડખે રહ્યા  અને બીજાઓનો વિરોધ છતાં મને પરણવાનું પસંદ કર્યું હતું.

કુકુ કોહલીની પ્રથમ પત્ની રીટા કોહલી તરફથી ટીકા સહન કરી હોવાનું જણાવી અરૃણાઇરાનીએ ઉમેર્યું હતું કે પતિ તેના લગ્ન માટે જવાબદાર હોય છે અને જોકોઇ સમસ્યા આવે તો તેને જવાબદાર ઠેરવવો જોઇએ. સંબંધો સંકુલ હોય છે અને તેમાં બંધાયેલા લોકો જ સમજી શકે કે તેઓ શા માટે બીજી વ્યક્તિને તેમના જીવનનો હિસ્સો બનાવે છે.