Mumbai

કરિશ્માના સ્વ. પતિની મિલ્કતોના વિવાદમાં લવાદી પ્રક્રિયા અટકી

By GS Team
28 Nov 20261 min read
TukuTouch Logo
૩૦,૦૦૦ કરોડની આર.કે. ફેમિલી ટ્રસ્ટની સંપત્તિનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મધ્યસ્થીના ૧૫ રાઉન્ડ નિષ્ફળ જતાં કોર્ટે પ્રક્રિયા બંધ કરી. સંજય કપૂરના સંતાનો માટે ૨૬% હિસ્સાની માંગ કરાઈ છે. રાની કપૂરે ૬૦૦૦ કરોડ અને પ્રિયા કપૂરે ૬૦% હિસ્સો માંગ્યો છે. હવે દિલ્હી હાઈકોર્ટ આ કેસનો નિકાલ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરિશ્માના સ્વ. પતિની  મિલ્કતોના વિવાદમાં લવાદી પ્રક્રિયા અટકી

સંજય અને કરિશ્મા કપૂરના સંતાનો  માટે ૨૬ ટકા હિસ્સાની માગણી

સંપત્તિના હિસ્સાની ટકાવારી વિવાદિત હોવાની દલીલ

મુંબઇ -  ૩૦,૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ ધરાવતાં આર કે ફેમિલિ ટ્રસ્ટનો વિવાદ મધ્યસ્થી દ્વારા લાવવાની પ્રક્રિયા નિષ્ફળ જતાં સુપ્રીમ કોર્ટે ગુરૃવારે મધ્યસ્થીની પ્રક્રિયા બંધ કરી દીધી હતી. ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડીવાય ચન્દ્રચૂડની આગેવાની હેઠળ મંત્રણાના ૧૫ રાઉન્ડ પછી પણ બંને પક્ષો વચ્ચે કોઇ સંમતિ સધાઇ નહોતી.

 ઉદ્યોગપતિ સંજયકપૂરની માતા રાની કપૂર વતી ટ્રસ્ટની સંપત્તિમાંથી ૬૦૦૦ કરોડ રૃપિયાનો હિસ્સો માંગવામાં આવ્યો હતો જ્યારે પ્રિયા કપૂરે વતી વકીલોએ તે ટ્રસ્ટની સંપત્તિના ૬૦ ટકા હિસ્સો મેળવવાને પાત્ર છે જ્યારે સંજયના સંતાનોમાં બાકીના ૪૦ ટકા હિસ્સાને વહેંચી દેવો જોઇએ. કરિશ્મા કપૂર સાથે સંજયના લગ્ન દ્વારા થયેલાં સંતાનો વતી એડવોકેટ મહેશ જેઠમલાનીએ દલીલ કરી હતી કે કરિશ્માના સંતાનોને ટ્રસ્ટનો ૨૪થી ૨૬ ટકા હિસ્સો મળવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે દિલ્હી હાઇકોર્ટે સુનિશ્ચિત સમયમર્યાદામાં આ અરજીનો ફેંસલો કરવો જોઇએ. રાની કપૂરે તો દિલ્હી હાઇકોર્ટને આરકે ફેમિલિ ટ્રેસ્ટ અમાન્ય જાહેર કરવા જણાવ્યું હતું.