Mumbai

હજારો લોકોને મારવા ઝેરી કેપ્સ્યુલ વેચનારા પ્રેમજીના રાષ્ટ્રવિરોધી ઈમેઇલ મળ્યા

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં મોહરમ વખતે 15,000 લોકોને મારવાના કાવતરામાં નવો વળાંક આવ્યો છે. આરોપી ફૈયાઝ પ્રેમજીના ફોનમાંથી રાષ્ટ્ર વિરોધી ઈમેઈલ અને આંતરરાષ્ટ્રીય વોટ્સએપ ગ્રુપના સંપર્કો મળ્યા છે. ભાયખલા પોલીસે ઝીંક ફોસ્ફાઈડ કેપ્સ્યુલ વહેંચવા બદલ તેની ધરપકડ કરી હતી. હવે તેના આતંકી સંપર્કો અને વિચારસરણીની પણ તપાસ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હજારો લોકોને મારવા ઝેરી કેપ્સ્યુલ વેચનારા પ્રેમજીના રાષ્ટ્રવિરોધી ઈમેઇલ મળ્યા

મોહરમ વખતે ૧૫ હજાર લોકોને મારવાનાં કાવતરામાં નવો  વળાંકઃ આતંકી વિચારસરણીથી પ્રેરિત હોવાની  શંકાથી પણ તપાસ

મુંબઈ -  ગયા મહિને મોહરમનાં ઝુલુસ દરમિયાન હજારો લોકોને એક સાથે મારવાના આશયથી લોકોમાં ઝેરી કેપ્સ્યુલ વહેંચનાર આરોપી, ૩૯ વર્ષીય ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીના મોબાઇલ ફોનમાંથી પોલીસે રાષ્ટ્ર વિરોધી ઇમેઇલ્સ અને અનેક આંતરરાષ્ટ્રીય વોટ્સએપ  ગૂ્રપ સાથે સંપર્કો મળી આવ્યા છે. આથી આ ઘટનામાં તપાસને હવે નવો વળાંક મળ્યો છે. પ્રેમજીના આતંકી સંપર્કો છે કે કેમ તે વિશે  પણ તપાસ થઈ રહી છે.

   ભાયખલા પોલીસે મોહરમનાં ઝુલુસ દરમિયાન ઝીંક ફોસ્ફાઇડ ધરાવતી કેપ્સ્યુલ્સનું વિતરણ કરવા બદલ પ્રેમજીની ધરપકડ કરી હતી. પ્રેમજીએ આ અત્યંત ઝેરી ઉંદરનાશક ઝેરને પીડાનાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર હોવાનું જણાવી લોકોમાં માં વહેચી હતી. પ્રેમજીની કબૂલાત અનુસાર તેણે ૧૫ હજાર લોકોને એકસાથે મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું.

તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, પ્રેમજીના મોબાઇલ ફોનની તપાસમાં અનેક કથિત રાષ્ટ્ર વિરોધી ઇમેઇલ મળી આવ્યા હતા, જેની  તપાસના ભાગ રૃપે હવે વધુ વ્યાપક અને ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને ઈરાન, ઇરાક અને ઓમાન સાથે જોડાયેલા સંપર્ક નંબરો તેમજ આરોપીઓ દ્વારા કથિત રીતે બનાવેલા અનેક આંતરરાષ્ટ્રીય વોટ્સએપ  ગૂ્રપ પણ મળ્યા છે. આ ડિજિટલ સંદેશાવ્યવહારનું ટેકનિકલ વિશ્લેષણ ચાલી રહ્યું છે.

તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે ઝિંક ફોસ્ફાઇડ કથિત રીતે દિલ્હી સ્થિત કંપની પાસેથી ખરીદવામાં આવ્યું હતું. પોલીસ હવે સપ્લાયરની ભૂમિકાની તપાસ  અને ઝેરી પદાર્થની ખરીદી માટે કોણે નાણાં આપ્યા તેની તપાસ કરી રહી છે. અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે પ્રેમજીના  કરતૂત પાછળ આતંકી વિચારસરણી કારણભૂત હતી કે નહીં.

એફઆઈઆર મુજબ,  ગઈ ૨૬મીએ સાંજે સાંજે ડોંગરીના નૂર બાગથી હેનકોક બ્રિજ થઈને રે રોડના રહેમતાબાદ કબ્રસ્તાન સુધી નીકળેલી શામ-એ-ગરીબા શોભાયાત્રા દરમિયાન  પ્રેમજીએ સામૂહિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ઝીંક ફોસ્ફાઇડથી ભરેલી કેપ્સ્યુલ્સ મફતમાં વહેંચી હતી.

શરૃઆતમાં, ભાયખલા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (મ્શજી) ની કલમ ૧૨૩ હેઠળ કેસ નોંધ્યો હતો. વધુ તપાસ બાદ, મ્શજી ની કલમ ૧૦૯ અને ૧૧૦ હેઠળ વધારાના આરોપો લાગુ કરવામાં આવ્યા હતા.