Mumbai

અનીત પડ્ડા બોયફ્રેન્ડ અહાન પાંડેના ઘેર અલ્લાનાના બેબીશાવરમાં પહોંચી ગઇ

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: ઇન્ફલુએન્સર અલ્લાના પાંડેના બીજા બેબી શાવરમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. ચંકી પાંડેના ઘરે યોજાયેલી આ રસમમાં અહાન પાંડે, અનન્યા પાંડે, અનીત પડ્ડા, મનીષ પૌલ, કુબ્રા સૈત અને કરિશ્મા તન્ના સહિત ઘણાં સિતારાઓ હાજર રહ્યા હતા. અનન્યા 'આન્ટી' લખેલું ટી-શર્ટ પહેરીને આવી હતી. આ પ્રસંગે ખુશીનો માહોલ છવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અનીત પડ્ડા બોયફ્રેન્ડ અહાન પાંડેના ઘેર અલ્લાનાના બેબીશાવરમાં  પહોંચી ગઇ

અલ્લાનાની બીજાબેબીશાવરમાં ફિલ્મ સ્ટારનો જમાવડો

બેબીશાવરમાં અહાન પાંડે, અનન્યા પાંડે, અનીત પડ્ડા, મનીષ પૌલ, કુબ્રા સૈત અને કરિશ્મા તન્નાની હાજરી                                                                                                                            

મુંબઇ -  ઇન્ફલુએન્સર અલ્લાના પાંડેના બીજા બેબી શાવરમાં પાંડે પરિવારના સભ્યો તથા સૈયારા ફિલ્મના સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ગુરૃવારે ચંકી પાંડેના ઘરે યોજાયેલી બેબી શાવરની રસમમાં સૈયારાના ફિલ્મ સ્ટાર્સ અહાન પાંડે, અનન્યા પાંડે અને અનીત પડ્ડા સહિત બોલિવૂડના ઘણાં સિતારા હાજર રહ્યા હતા.

મોહિત સૂરીની હીટ ફિલ્મ સૈયારામાં અહાન અને અનીતની જોડી જામી હતી. એ પછી અનીત પડ્ડાએ શક્તિ શાલિની નામની હોરર કોંમેડી ફિલ્મ સાઇન કરી છે જે૨૦૨૭માં રિલિઝ થવાની છે.

અહાન હાલ અલી અબ્બાસ ઝફરની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. અનીત અને અહાનની એક ઓર ફિલ્મ મોહિત સૂરી નિર્દેશિત કરશે તેવી પણ વાતો છે. અનન્યા આ પ્રસંગે લાલ અક્ષરે આન્ટી લખેલું સફેદ ટી શર્ટ પહેરીને આવી હતી. અનન્યાની છેલ્લી ફિલ્મ ચાંદ મેરા દિલ ૨૨ મેએ રિલિઝ થઇ હતી.