હનુમાન અંશના નિર્માતાઓમાં મતભેદની ચર્ચા વચ્ચે રાઈટ્સ બાબતે ચોખવટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મ સુપરહિટ થયા બાદ મતભેદોની ચર્ચા
પીઆર , માર્કેટિંગ, એવોર્ડ, પાર્ટનરશિપના રાઈટ્સ ચારમાંથી બે જ નિર્માતાઓ પાસે
મુંબઇ - નીમ કરોલીબાબાની સુપરહીટ બાયોપિક 'હનુમાન અંશ'ના નિર્માતાઓ વચ્ચે આંતરિક વિખવાદની ચર્ચાઓ વચ્ચે ફિલ્મના ચારે નિર્માતાઓએ નિવેદન બહાર પાડી ફિલ્મના રાઇટ્સ, પબ્લિસિટી અને વિતરણ વ્યવસ્થા બાબતે ચોખવટ કરી હતી.
સોમવારે સ્વયંભૂ મિડિયા નેટવર્ક દ્વારા જારી કરવામાં આવેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે નમ્રતા જી. સિંહ અને ડો. વિશાલ ચતુર્વેદી ફિલ્મના એકઝિક્યુટિવ ડાયરેકટર્સ છે અને ફિલ્મના પબ્લિક રિલેશન, માર્કેટિંગ, એવોર્ડ અને પાર્ટનરશિપ મામલે તેઓ સત્તાવાર પ્રતિનિધિ છે. તેઓ તમામ પ્રકારની રોજિંદી બાબતો સંભાળે છે. નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફિલ્મના ચાર નિર્માતાઓમાં નમ્રતા જી. સિંહ, ડો. વિશાલ ચતુર્વેદી, રાગિણી સોના અને અનુપ્રિયા નાગરનો સમાવેશ થાય છે.
ફિલ્મના નિર્માતા અનુપ્રિયા નાગર ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન તબક્કે જોડાયા હતા અને ફિલ્મની ટ્રાયોલોજીનું આયોજન થઇ રહ્યું હોવા વિશે તેમણે જણાવ્યું હતું. બે કરોડ રૃપિયાના બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર ૪૫૨.૮૬ કરોડ રૃપિયા રળી આ વર્ષની સૌથી સફળ ફિલ્મ બની રહી છે.




