આમિર ખાનના ભાણેજ ઈમરાન ખાનને ભારત છોડવા નોટિસ, ભારતીય નાગરિક ન હોવા છતાં દેખાવોમાં જોડાવાની મળી સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Imran Khan News : Amir Khan and Imran Khan News : બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાનના ભાણેજ અને જાણીતા અભિનેતા ઇમરાન ખાન (Imran Khan) સામે મુંબઈ પોલીસે કડક કાનૂની કાર્યવાહી કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે યોજાયેલા રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ મુંબઈ પોલીસે ઇમરાન ખાનને 28 ઓક્ટોબર 2026 સુધીમાં ભારત છોડી દેવાની સત્તાવાર નોટિસ પાઠવી દીધી છે. વિદેશી નાગરિક હોવા છતાં દેશના આંતરિક રાજકીય આંદોલનમાં ભાગ લેવા બદલ આ મોટું એક્શન લેવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ગત 10 ઓક્ટોબરના રોજ મુંબઈના ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અભિનેતા ઇમરાન ખાન પણ સામેલ થયો હતો. તે સમયે મુંબઈ પોલીસે સ્થળ પરથી ઇમરાન ખાન સહિત અનેક લોકોની અટકાયત કરી હતી અને બાદમાં તે જ સાંજે છોડી મૂક્યા હતા.
જોકે, તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ઇમરાન ખાન ભારતીય નાગરિક નથી. તેમની પાસે અમેરિકન નાગરિકત્વ (US Citizenship) અને OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા) કાર્ડ છે. ભારતીય કાયદા મુજબ કોઈપણ વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આંદોલન કે પ્રદર્શનમાં ભાગ લઈ શકતો નથી. આથી મુંબઈ પોલીસે ઈમિગ્રેશન એક્ટ (Immigration Act) ની કલમ 7 અને 29 હેઠળ કાર્યવાહી કરીને તેને દેશ છોડવાની નોટિસ ફટકારી છે.
ભાજપ નેતા કિરિટ સોમૈયાની ફરિયાદ બાદ કાર્યવાહી
પૂર્વ ભાજપ સાંસદ કિરિટ સોમૈયાએ મુંબઈ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ કુમાર શર્માને પત્ર લખીને આ અંગે ગંભીર વિરોધ નોંધાવ્યો હતો. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે એક વિદેશી નાગરિક હોવા છતાં ઇમરાન ખાને કઈ પરવાનગીથી રાજકીય પ્રદર્શનમાં ભાગ લીધો? તેમણે આ મામલે તાત્કાલિક તપાસ કરી ઇમરાન ખાનને દેશનિકાલ (Deport) કરવાની માંગ કરી હતી, જેના આધારે પોલીસે આ આકરાં પગલાં ભર્યાં છે.
અટકાયત પહેલાં ઇમરાન ખાને શું કહ્યું હતું?
પોલીસ અટકાયતમાં લે તે પહેલાં માધ્યમો સાથે વાત કરતા ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, "મારી કોઈ વ્યક્તિગત માંગ નથી અને હું કોઈ સંસ્થા કે પક્ષનું પ્રતિનિધિત્વ કરતો નથી. હું અહીં આ શહેરના એક સામાન્ય નાગરિક તરીકે આવ્યો છું. લોકોના અવાજને કેમ દબાવવામાં આવી રહ્યો છે અને તેમની અવરજવર પર કેમ રોક લગાવવામાં આવી રહી છે તે જોવા હું અહીં આવ્યો હતો."
આ ઘટના દરમિયાન ઇમરાન ખાનની પાર્ટનર લેખા વોશિંગ્ટન અને અભિનેત્રી ઝૈન મેરી ખાન સાથે પણ પોલીસ દ્વારા ઘર્ષણ થયું હોવાના આક્ષેપો થયા હતા. અટકાયત બાદ ઇમરાન ખાને પોલીસ વાનમાંથી જ પોતાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, "લાગે છે હું લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યો છું."હવે મુંબઈ પોલીસની કડક નોટિસ બાદ અભિનેતા ઇમરાન ખાન માટે કાનૂની અડચણો વધી ગઈ છે અને તેણે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવું પડી શકે છે.




