Gujarat

મોરબીમાં ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળઃ ઠેર-ઠેર ઉભરાતા ગંદા પાણી

By GS Team
12 Mar 20201 min read
This article was originally published on 12 Mar 2020
મોરબીમાં ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળઃ ઠેર-ઠેર ઉભરાતા ગંદા પાણી

મોરબી,તા.12 માર્ચ 2020,ગુરુવાર

મોરબીમાં તંત્ર ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે જેમાં મોરબી પાલિકામાં છેલ્લા બે માસમાં સેકડો ભૂગર્ભ ગટર ઉભરાવાની ફરિયાદ આવી છે . દરરોજ ૧૦ જેટલી ભૂગર્ભ ગટર ઉભરાવવાની ફરિયાદ આવે છે છતાં પણ તંત્ર કોઈ નક્કર કામગીરી કરવમાં આવતી નથી.

મોરબીમાં થોડા વર્ષો અગાઉ નખાયેલી ભૂગર્ભ ગટર ઠેર-ઠેર ઉભરાઈ રહી છે. કાલિકા પ્લોટ, લાતી પ્લોટ, સાવસર પ્લોટ, મહેન્દ્રપરા, માધાપર, સરદાર બાગ પાસે, સામાંકાઠે રિલીફ નગર, અરુણોદયનગર, વર્ધમાન નગર, રામકૃષ્ણનગર, લાયન્સનગર  સહિતના અનેક વિસ્તારોમાં ઘણા સમયથી વારંવાર ભૂગર્ભ ગટરની ગંદકી ઉભરાઈ છે. ગટરના ગંદા પાણી શેરી અને ઘરોમાં ઘુસી જતા સ્થાનિક લોકોનું જીવવું પણ મુશ્કેલ બન્યું છે . લોકોનું અયોગ્ય પણ જોખમાય રહ્યું છે. 

આ ગંભીર સમસ્યાની ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોને વારંવાર પાલિકામાં મોરચા માંડવા પડે છે. પણ ઉકેલ કોઈ આવતું નથી ભૂગર્ભ ગટર મુદ્દે બે તંત્ર વચ્ચે હજુ સુધી સંકલન સધાયું નથી. જેમાં અગાઉ પાણી પુરવઠા તંત્રએ નવી ભૂગર્ભ ગટર યોજના કાર્યરત કરી હતી. પણ એમાં અનેક પ્રકારની ખામી રહી જતા પ્રારંભે જ ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે. તેથી, હજુ સુધી એના મેઇન્ટન્સના વાંકે પાલિકા તંત્રએ પાણી પુરવઠા પાસેથી ભૂગર્ભની જવાબદારી સ્વીકારી નથી. જેથી બને વચ્ચે માથાકૂટ પ્રજા હાલ ભોગ બની રહી છે.