Morbi

મોરબીના હળવદમાં ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન: 55 લોકોને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડાયા

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
મોરબીના હળવદ તાલુકામાં ભારે વરસાદથી જૂના માલણીયાદ અને સુખપર ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. અંદાજે 55 લોકો, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થતો હતો, ફસાયા હતા. NDRF, SDRF અને ગુજરાત પોલીસે મોડી રાત્રે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી, ભારે વરસાદ અને અંધારા વચ્ચે પણ તમામ 55 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. આ સફળ કામગીરીના વીડિયો પણ સામે આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોરબીના હળવદમાં ભારે વરસાદ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન: 55 લોકોને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડાયા

Morbi Floods News: મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બારેમેઘ ખાંગા થતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મુસળધાર વરસાદના કારણે હળવદના જુના માલણીયાદ અને સુખપર ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતાં અંદાજે 55 જેટલા લોકો ફસાયા હતા, જેમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થતો હતો.

ઘટનાની જાણ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું અને મોડી રાત્રે જ NDRF, SDRF તેમજ ગુજરાત પોલીસના જવાનો દ્વારા સંયુક્ત રીતે ભગીરથ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે વરસાદ અને અંધારા વચ્ચે પણ જવાનોએ પોતાની જીવના જોખમે તમામ 55 લોકોને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

તંત્ર દ્વારા સમયસર હાથ ધરાયેલા આ સફળ રેસ્ક્યૂ ઓપરેશનના શૂટ કરાયેલા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં જવાનોની સરાહનીય કામગીરી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સફળ બચાવ કામગીરીને પગલે ફસાયેલા લોકો અને તેમના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.