મુંબઈની પેઢી દ્વારા મોરબીનાં સિરામીક યુનિટ સાથે રૂા.44.74 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મોરબી : અહિના સિરામીક કારખાનેદારને મુંબઇની પાર્ટીએ વિશ્વાસમાં લઇ ૪૫ દિવસની ક્રેડિટ પર રૂા.૪૪.૭૪ લાખની ૭૮૬૫ બોક્સ ટાઇલ્સ ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કરતા ફરિયાદ થઇ છે.
મોરબીના લીલાપર ગામ રામજી મંદિર પાછળ રહેતા ભરતભાઇ પ્રાગજીભાઇ છત્રોલાએ મુંબઇના રજનીકાંત પોપટભાઇ ખોખર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રંગપર ગામ નજીક વેલેન્ઝા ગ્રેનીટો એલ એલ પી કારખાનામાં માર્કેટિંગ કામ સંભાળતા જીતભાઇ વાસજાળિયાને મોબાઇલ પર કોલ કરીને રજનીકંત ખોખરે 'મુંબઇ ખાતે પ્રેખેતુ વેન્ચર્સ એલ એલ પી પેઢીને ક્રેડિટમાં ટાઈલ્સનો માલ આપવા ઇચ્છુક હોય તો તમારી સાથે વેપાર કરવા માંગીએ છીએ' તેવું જણાવ્યુ હતું. તે પછી એ અવારનવાર ફોન પર કોન્ટેકમાં રહેતા હતા અને પરિચય થયો હતો. રજનીકાંતે ટાઇલ્સના સેમ્પલો મંગાવતા સેમ્પલ મોકલ્યા હતા, જે પસંદ આવ્યા પછી ૭૮૬૫ બોકસ ટાઇલ્સ માટે ભાવતાલ નક્કી કર્યા હતા. માલનું પેમેન્ટ ૪૫ દિવસ પછી ચૂકવવા વિશ્વાસ આપી સોદો કર્યો હતો પરંતુ રજનીકાંતને કંપનીના જીતભાઇ ક્યારેય મળ્યા ન હતા તેથી સ્થાનિક કોઇ વ્યક્તિ સાથે સંપર્ક કરવો તેમ વાત કરતા મીલેનીયમ સિરામીકવાળાનો રેફરન્સ આપ્યો હતો. તેમને પૂછતાં 'રજનીકાંતભાઇ વેપારી માણસ છે, અમારી પાસે અવાર નવાર માલ ખરીદે છે' તેવી વાત થઇ હતી.
આખરે રજનીકાંત ખોખરે ફેકરીમાં માર્કેટિંગ સંભાળતા જીત વાસજાળિયાને ફોનમાં વિશ્વાસમાં લેતાં વેલેન્ઝા સિરામીકમાંથી અલગ અલગ ડિઝાઇનની કુલ ૭૮૬૫ બોક્સ ટાઇલ્સ (કિંમત રૂા.૪૪,૭૪,૯૮૫) રાજ શક્તિ રોડવેજ ટ્રાન્સપોર્ટથી ભરી આપી હતી. માલ મળ્યા પછી આરોપીએ ફોન બંધ કરી દીધો હતો.




