બહુચરાજીના 18 ગામોનું સરપંચ પદનું રોટેશન જાહેર થતાં રાજકીય ગરમાવો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Becharaji Gram Panchayat Election: બહુચરાજી તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં આગામી સામાન્ય ચૂંટણી માટે સરપંચ પદની અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. કલેક્ટર, મહેસાણા જિલ્લા અને રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરપંચ પદની બેઠકોનું કેટેગરીવાર રોટેશન નક્કી કરવામાં આવ્યું છે.
બહુચરાજીની ૧૮ ગ્રામ પંચાયતોનું કેટેગરીવાર રોટેશન જાહેર
જાહેર કરાયેલા રોટેશન મુજબ તાલુકાની 18 ગ્રામ પંચાયતો પૈકી 2 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ અનુસૂચિત જાતિ માટે, 5 ગ્રામ પંચાયતોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે તથા 11 ગ્રામ પંચાયતોમાં બિનઅનામત વર્ગ માટે ફાળવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ માટે રાંતેજ અને દેથલી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાંતેજ ગ્રામ પંચાયતનું સરપંચ પદ અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે ગણેશપુરા (કાલરી), ઈન્દ્રપ, કાલરી, કનોડા-કકાસણા અને મંડાલી ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ અનામત રાખવામાં આવ્યું છે. આ પૈકી ગણેશપુરા (કાલરી), ઈન્દ્રપ અને કાલરી ગ્રામ પંચાયતોમાં મહિલા અનામતનું રોટેશન દર્શાવવામાં આવ્યું છે. બિનઅનામત વર્ગ માટે ચડાસણા, ચાંદણકી, દેવગઢ, ધનપુરા, ધારપુરા (ખાંટ), મોઢેરા, પોયડા, પ્રતાપગઢ, પ્રતાપનગર, સદુથલા અને સુરજ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 11 ગ્રામ પંચાયતો પૈકી દેવગઢ, ધનપુરા, ધારપુરા (ખાંટ), પોયડા અને પ્રતાપગઢ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે. જાહેર કરાયેલા રોટેશન મુજબ તાલુકાની 18 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની કેટેગરી નક્કી કરવામાં આવી છે. આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો માટે આ રોટેશન મહત્વપૂર્ણ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાની ઊંઝા અને બહુચરાજી તાલુકાની અનેક ગ્રામ પંચાયતોની ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે.




