For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2 દિવસમાં કોરોના પોઝિટિવ ચારનાં મોત : 52 કેસ

Updated: Aug 13th, 2020

2 દિવસમાં કોરોના પોઝિટિવ ચારનાં મોત : 52 કેસ

ગાંધીનગર, તા. 13 ઓગસ્ટ, 2020, ગુરુવાર

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સાતમ-આઠમના તહેવારો દરમિયાન પણ આરોગ્ય વિભાગે ટેસ્ટીંગ વધાર્યું હતું જેને લઇને પોઝિટિવ દર્દીઓ સામે આવ્યાં છે. જન્માષ્ટમીએ એટલે કે બુધવારે પાટનગરમાંથી આઠ જ્યારે જિલ્લામાંથી ૧૬ મળી કુલ ૨૪ કેસ પ્રકાશમાં આવ્યા હતાં. જ્યારે ગુરુવારે શહેરમાંથી ૧૦ જ્યારે જિલ્લામાંથી નવા ૧૮ મળી કુલ ૨૮ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ત્યારે આ બે દિવસ દરમિયાન ગાંધીનગર શહેરના સેક્ટર-૭માં રહેતા ૬૨ વર્ષિય પોઝિટિવ દર્દી ઉપરાંત વાવોલના ૪૨ વર્ષિય પુરુષ , દહેગામના ૭૨ વર્ષિય વૃદ્ધ જ્યારે પોરના ૭૯ વર્ષિય વૃદ્ધનંં મોત નિપજ્યું હતું. બે દિવસમાં ગાંધીનગર સિવિલમાં સારવાર લઇ રહેલાં ચાર પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યાં છે. જ્યારે આ બે દિવસ દરમિયાન કુલ ૭૬ દર્દીઓને ડીસ્ચાર્જ પણ કરાયાં છે. 

Gujarat