Gujarat

ઉત્તર ગુજરાતના 2500 બેન્ક કર્મચારીઓએ કાળા બિલ્લા ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
ઉત્તર ગુજરાતના 2500 બેન્ક કર્મચારીઓએ કાળા બિલ્લા ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા

મહેસાણા, તા.9

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સહિત દેશભરની સરકારી બેન્કોના ખાનગીકરણ કરવાની નીતિ  સામે ઉત્તર ગુજરાતની  ૨૫૬ શાખાના ૨૫૦૦ જેટલાં બેન્ક કર્મચારીઓ, અધિકારીઓએ વિરોધ જતાવી આજે  કર્મચારીઓએ કાળો બિલ્લો ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. આગામી ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ દરેક કર્મચારીઓ કપાત પગારે હડતાળમાં જોડાનાર છે.

કેન્દ્ર સરકારે બેન્કોનું ખાનગીકરણ કરવાના વિરોધમાં બેન્ક કર્મચારીઓ, અધિકારીઓએ બાંયો ચડાવી સૂત્રોચ્ચાર, ધરણાં, હડતાળ સહિતના કાર્યક્રમો આરંભી દીધાં છે. દરમિયાનમાં આજે ગુરુવારે મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની જુદીજુદી બેન્કોની ૨૫૬ બ્રાન્ચીઝના ૨૫૦૦ જેટલાં કર્મચારીઓએ કાળો બિલ્લો ધારણ કરી દેખાવો યોજી  વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આગામી ૧૬ અને ૧૭ ડિસેમ્બરના રોજ મહેસાણા જિલ્લાના આશરે ૧૦૦૦ સહિત ઉત્તર ગુજરાતના અંદાજે ૨૫૦૦ મળી રાજ્યના ૨૫૦૦૦થી વધુ અને ભારતભરના ૮ લાખથી વધારે બેન્ક કર્મચારીઓ, અધિકારીઓ પોતાનો પગાર કપાવીને દેશવ્યાપી  બેન્ક હડતાળમાં જોડાશે તેમ  નોર્થ ગુજરાત બેન્ક ઓફ બરોડા એમ્પ્લોઈઝ યુનિયનના મહામંત્રી અનિલ સોલંકી અ ે જણાવ્યું હતુ. નોંધપાત્ર છે કે ખાનગીરકરણના વિરોધમાં દેશ વ્યાપી આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે ગુરૃવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં બેંક કર્મચારીઓએ ચાલુ ફરજ દરમિયાન કાળા બિલ્લા લગાવીને પોતાનું રોજીંદુ કામકાજ કર્યું હતું.