Management

વિઝન-મિશનની સ્પષ્ટતા વિના કંપની અધૂરી

By GS Team
28 Nov 20264 mins read
વિઝન-મિશનની સ્પષ્ટતા વિના કંપની અધૂરી
  • મેનેજમેન્ટ-ધવલ મહેતા
  • કંપની કે સંસ્થાનું વિઝન નક્કી હોય તો તેની દિશા અસ્પષ્ટ રહે છે. મિશન નક્કી ન હોય તો કાર્યપદ્ધતિમાં અસ્પષ્ટ રહે છે

કો ઈ અજાણ્યો મુસાફર તમને રસ્તો પૂછે અને તમે મુસાફરને પ્રશ્ન કરો કે તમારે ક્યા જવું છે? તમને એ જવાબ આપે કે મનેખબર નથી કે મારે ક્યા જવું છે તો તમે તેને એમ કહી શકો કે તમને ક્યાં જવું છે તેની ખબર નથી તો તમે અત્યારના ચાર કે પાંચ રસ્તામાંથી કોઈપણ રસ્તો લો અને તમે ત્યાં પહોંચી જશો. કોઈપણ નિશ્ચિત વિઝન અને મિશન ધરાવતી કંપની કે સામાજિક સંસ્થા વિષે પણ તે સાચું છે.
૧૯૬૦ના દાયકામા મેનેજમેન્ટના ક્ષેત્રમા સ્ટ્રેટેજીક (વ્યૂહાત્મક) મેનેજમેન્ટનો અભ્યાસ શરૂ થયો જેનો પ્રથમ નિષ્ક્રિય કે નીચોડ એ હતો કે કોઈપણ કંપની કે સંસ્થા જે જડવત કામ કરતી હોય તેની દશા ઉપર વર્ણવેલા મુસાફર જેવી છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના સ્થાપક વિચારકોએ જણાવ્યું કે કોઈપણ કંપની કે સંસ્થા (રાજકીય, સામાજીક, આર્થિક કે સાંસ્કૃતિક સંસ્થા) તેના વિઝન અને મિશનને ઘડયા વિના અને તેને સાદી ભાષામાં રજૂ કર્યા વિના દિશાહીન બની જાય છે.
સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ તો મેનેજમેન્ટ અભ્યાસ ક્ષેત્રમા ઉદય થતા જગતની વિવિધ કંપનીઓએ પોતાના વિઝન એન મિશનનો ખૂબ જ ટૂંકામાં ઘડવાનું નક્કી કર્યું. કંપનીઓના વિઝન લાંબાગાળાના હોય છે અને તેઓ તદ્દન ફોકસ્ડ હોય છે. કંપનીઓ કે સંસ્થાઓના મિશન તેઓના અસ્તિત્વનો મુળભૂત હેતુ હોય છે.
કંપનીઓના વિઝન અને મિશન
વિઝન એટલે લાંબાગાળામાં કંપની કે સંસ્થાને કે સરકાર અત્યારે ક્યાં છે અને ભવિષ્યમાં તેને ક્યાં પહોંચવું છે તેની સ્પષ્ટતા સમજણ. દા.ત. જો કોઇ દેશની વાત કરીએ તો એક સમયે બ્રિટન એક સામ્રાજ્યવાદી દેશ હતો. બ્રિટનને ઇસ્ટ ઇન્ડીયા કંપની તેમજ તેની અન્ય વ્યાપારી કંપનીઓ દ્વારા સમગ્ર દુનિયા પર રાજ કરવાની હતી તેમ કરવામાં તે મોટેભાગે સફળ પણ થયું પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી તેનું વિઝન તૂટી પડયું.
માર્ક્સનું વીઝન એ હતું કે સમગ્ર જગતમા સામ્યવાદી શાસન સ્થપાઈ જાય. અમેરીકાના ટ્રમ્પનું વીઝન એવું છે કે જગતના તમામ દેશો પર પ્રભુત્વ મેળવીને અમેરીકા પ્રત્યક્ષ નહી તો પરોક્ષ રીતે રાજ કરે. કોકોકોલા અને પેપ્સીકોલા એ બન્ને અમેરિકાની હરીફ કંપનીઓ છે. તેઓનું બન્નેનું વીઝન એ છે કે જગતભરમા તેઓ સોફ્ટ ડ્રીન્ક્સના બજારમા નંબર ૧ બની જાય.
કંપનીઓના વિઝન : કંપનીઓના વિઝન અને મિશન ટૂંકાટચ હોય છે. તેમા રાજકારણના ક્ષેત્રમા જે થાય છે તેવો શબ્દાડંબર (રહેરોકી)ના ચાલે. તેઓ ટૂંકાટચ હોય છે નીચે કેટલીક કંપનીઓના વીઝન અને મીશનના સ્ટેટમેન્ટસ રજૂ કર્યા છે.
રાજકારણના ક્ષેત્રમા માર્ક્સનું વીઝન જગજાહેર છે. તે અંગ્રેજીમા નીચે પ્રમાણે છે. વર્ક્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, યુ હેવ નથીંગ ટુ લુઝબટ યોર ચેઇન્સ ગુજરાતીમા કહીએ તો જગતના શ્રમિકો, એક થાઓ તમારે તમારી બેડીઓ સિવાય કાંઈ ગુમાવવાનું નથી.
અમેરિકાની જનરલ ઇલેક્ટ્રીકંપની (SE)નું વિઝન : અમે જે ધંધામા કામકરીશું તેમાં હંમેશા નંબર ૧ કે નંબર ૨ના સ્થાને જ રહીશું.
બ્રિટીશ એરવેઝનું વિઝન : જગતની એરલાઈન કંપનીઓમા શ્રેષ્ઠ એરલાઈન બનવું.
માઈક્રોસોફ્ટ કોર્પોરેશનનું વિઝનઃ ઊંચી ગુણવંત્તાવાળા સોફ્ટવેર દ્વારા લોકોને એમ્પાવર કરવા. ભારતની સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડીઆ કંપનીનું વીઝન : લોકો આદર કરે તેવી વર્લ્ડ ક્લાસ સ્ટીલ કંપની બનવું અને ગુણવત્તા અને નફાકારકતામાં અને ગ્રાહક સંતોષવા નંબરમાં લીડરશીપ મેળવવી.
વોલમાર્ટનું મિશન : અમેરિકાની છૂટક વ્યાપારી કંપની વોલમાર્ટ જે અમેરિકાની એક વિરાટ કદની કંપની છે. છૂટક વ્યાપારના બજારમા સૌથી ઓછા ભાવે ચીજવસ્તુઓ વેચવી અને ગ્રાહકોના પૈસાની બચત કરવી (એટલે કે તદ્દન ઓછી કિંમતે માલ વેચવાં) જેથી કરીને લોકો સારૂ જીવન જીવી શકે.
ગ્રીનપીસ સંસ્થાનું વિઝન- વાતાવરણ દુરૂપયોગને અટકાવવો અને વાતાવરણીય સમસ્યાઓને સુલઝાવવી. ઉપરના વિઝન સ્ટેટમેન્ટસથી સ્પષ્ટ થાય છે કે તેઓ કંપનીઓનો ટોપ મેનેજમેન્ટને કઇ દિશામા આગળ જવું તેનું સૂચન
કરે છે.
કંપનીઓના મિશનઃ વિઝન એટલે લાંબાગાળાનું જોવું. તે કંપનીને ભવિષ્યનું દિશાસૂચન કરે છે. જ્યારે મિશન એટલે કંપનીનો મૂળભૂત હેતુ. દા.ત. હોસ્પીટલોનો મૂળભૂત હેતુ તેઓને દર્દીઓથી ભરી દેવાનો, પરંતુ દર્દીઓની સારવાર કરવાનો છે. સરકારનો હેતુ પોતાની સેવાના ક્ષેત્રોનો વધારો અને લાંબાગાળા સુધી ટકી રહેવાનો નથી પરંતુ તેનો હેતુ લોકકલ્યાણનો અને લોકોના જીવનની સુધારણાનો છે. સરકારનું તે મુખ્ય મીશન છે. મીશન એટલે લોકકલ્યાણ, લોકોની જરૂરિયાતો પૂરી પાડવી, લોકો માટે તમામ સવલતો વધારવી. દરેક વર્ષની જેમ દરેક કંપનીના પણ મીશન હોય છે. સ્ટ્રેટેજીક મેનેજમેન્ટના વિષય હવે કંપનીઓ પોતાના વીઝન અને મીશન સ્પષ્ટ કરે જેમાં પોતાની સીધ્ધીઓના બણગા ફૂંકવાની વાત ના કરે નીચે કેટલીક કંપનીઓના મીશન સ્ટેટમેન્ટસ રજૂ કર્યા છે.
વોલ્ટ ડીઝની : પ્રેક્ષકોને તદ્દન શુધ્ધ અને નિર્દોષ (ઇનોસન્ટ) મનોરંજન પૂરૂ પાડવું.
મેયોક્લીનીક (અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પીટલની શ્રૃંખલા) : દરેક દર્દીને દરરોજ શ્રેષ્ઠ સારવાર આપવી.
જાપાનની સોની કંપનીનું મિશન ઃ જાપાનની પ્રોડક્ટસ નબળી ગુણવત્તાવાળી હોય છે. તે માન્યતા દૂર કરવા જાપાનનું ઇમેજને બદલીને તેને સુધારવું. સોની કંપની જાપાનીઝ પ્રોડક્ટના નબળા ઇમેજને સુધારવા મીશનમાં ચમત્કારીક રીતે સફળ થઇ. આ કંપનીએ પોતાનું ના વિચાર્યું પણ પોતાના દેશ જાપાનનો વિચાર કર્યો અને જાપાનીસ ઇમેજની
ચિંતા કરી.
કંપનીનું કે કોઈપણ સંસ્થાનું વીઝન અને મીશન એ બે જુદા વિચારો છે. કંપનીનું વીઝન એમ કહે છે કે અમે કોણ છીએ અને કઇ દીશામા આગળ વધી રહ્યા છે અને કયા કારણોસરને તે દીશામા આગળ વધી રહ્યા છે. જ્યારે કંપનીનું મીશન કંપનીનો ચાલુ ધંધો કયો છે અને તે ગ્રાહકોની કઇ જરૂરિયાતો પૂરી પાડે છે તેની લોકોને અને ખાસ કરીને ગ્રાહકોને જાણ કરે છે.
કંપનીઓ કે સંસ્થાઓ પોતાના ધંધાના મીશન અને વીઝન સ્પષ્ટ કર્યા પછી ધંધાના લક્ષ્યાંકો (ટાર્ગેટ્સ) નક્કી કરે છે અને તેને અનુસાર વ્યૂહરચનાનું ઘડતર કરે છે.