Mahisagar

મહીસાગર: બેફામ સ્પીડે આવતી કારે રોડ પર ચાલતી બે યુવતીને હવામાં ફંગોળી, કાળજું કંપાવતા દ્રશ્યો CCTVમાં કેદ!

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
મહીસાગરના લુણાવાડામાં મુસ્તુફા મસ્જિદ પાસે કારચાલકે બે યુવતીઓને અડફેટમાં લીધી હતી. પૂરપાટ ઝડપે આવતી કારે રોડ પર ચાલતી યુવતીઓને ટક્કર મારતા બંને ફંગોળાઈ રોડ પર પટકાઈ હતી. ગંભીર ઈજાગ્રસ્ત યુવતીઓને 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ. આ ભયાનક અકસ્માત CCTVમાં કેદ થયો છે, જેના દ્રશ્યો વાયરલ થતાં અરેરાટી વ્યાપી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહીસાગર: બેફામ સ્પીડે આવતી કારે રોડ પર ચાલતી બે યુવતીને હવામાં ફંગોળી, કાળજું કંપાવતા દ્રશ્યો CCTVમાં કેદ!

Mahisagar Road Accident: મહીસાગર જિલ્લામાં એક ચકચારી અને કાળજું કમ્પાવી દે તેવો અકસ્માત સામે આવ્યો છે. લુણાવાડા શહેરમાં મુસ્તુફા મસ્જિદ પાસે ઉષ્માનીય નગર સોસાયટીમાં એક કારચાલકે પૂરપાટ અને બેફામ ગતિએ કાર હંકારી રોડના કિનારે ચાલીને જઈ રહેલી બે યુવતીઓને જોરદાર અડફેટમાં લીધી હતી. આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ફંગોળાઈને રોડ પર પટકાઈ યુવતીઓ

મળતી માહિતી અનુસાર, બે યુવતીઓ રોડ પરથી સામાન્ય રીતે પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી કાળ બનીને આવેલી ઇકોચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બંને યુવતીઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવતીઓ ફંગોળાઈને રોડ પર પટકાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બંને યુવતીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બનતાની સાથે જ સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચીને લોહીલુહાણ હાલતમાં રહેલી બંને યુવતીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં હાલ તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ તપાસ હાથ ધરી છે.