Magazines

તાપસી પન્નુની ખૂબસૂરતીનું રહસ્ય એની મુલાયમ ત્વચા

By GS Team
16 Mar 20202 mins read
This article was originally published on 16 Mar 2020
તાપસી પન્નુની ખૂબસૂરતીનું રહસ્ય એની મુલાયમ ત્વચા

ત્વચા પર કુદરતી નિખાર લાવાવ માટે તાપસી ઓર્ગેનિક  અને નેચરલ પ્રોડકસનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તેમજ ત્વચાને સ્વ્સથ અને હાઇડ્રેટ રાખવા માટે પૂતા પ્રયાસ કરે છે. ત્વચાને હેલ્ધી રાખવા માટે એલોવેરાનો ઉપયોગ કરે છ.ે 

હેર  ટિપ્સ 

વાળ સાથે વધુ એકસપરિમેન્ટ કરવો તાપસીને પસંદ નથી. તે નેચરલી કર્લી વાળથી ખુશ છે. આ કર્લસ અને વાળને સ્વસ્થ રાખવા માટે તે નિયમિત રીતે વાળમાં મસાજ કરે છે. શેમ્પૂ પછી તેકંડિશનરનો ઉપયોગ અવશ્ય કરે છે. 

મર્યાદિત પ્રમાણમાં સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ

તેની મેકઅપ કિટમાં ગણતરીની જ ચીજવસ્તુઓ હોય છે. જેવી કે મસ્કરા, લિપસ્ટિક, કાજળ ખાસ   ે સાથે રાખે છે. તે શૂટિંગ પર નથી હોતી ત્યારે મેકઅપ કરવો પસંદ નથી.મેકઅપ માટે તે  મ્યૂટ અને કોપર શેડ્સ પસંદ કરે છે જેથી નેચરલ લુક બરકરાર. 

ખૂબસૂરત દેખાવા માટે સૌથી જરૂરી

તાપસીનું કહેવું છે કે, ખૂબસૂરતીને જાળવી રાખવા માટે ફિઝિકલ એકટિવિઝ મહત્વની છે. તેનું માનવું છે કે, વ્યાયામ, વોક, જિમનેશિયમ અને યોગ કરવાથી શરીરમાં રક્તસંચાર વધે છે, જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તેથી  નેચરલ બ્યુટિ માટે એકસર્સાઇઝને રૂટિન બનાવવાનો  આગ્રહ  રાખે છે. 

ડાયટ

તાપસીનું માનવું છે કે, આપણા સ્વાસ્થ્યનો પ્રભાવ સુંદરતા પર પડે છે. તેથી રોજિંદો આહાર પોષક તત્વોથી ભરેલો હોવો જોઇએ. જેથી શરીર સ્ફૂર્તિલુ રહે તેમ જ બ્લડ સરક્યુલેશન વ્યવસ્થિત થાય. રાતના આઠ વાગ્યા પહેલા તે ડિનર કરી લે છે, જેથી શરીરને ભોજન પચાવવાનો પૂરતો સમય મળે. 

- સુરેખા