Magazines

બાળકનું વજન વધતું નથી: શું કરવું?

By GS Team
14 Jul 20203 mins read
This article was originally published on 14 Jul 2020
બાળકનું વજન વધતું નથી: શું કરવું?

વજન ક્યારે કેટલું વધે ?: જીવનમાં કોઇપણ કાળ કરતા બાળપણમાં વજનનો વધારો સૌથી ઝડપી હશે. પહેલા પાંચ મહિનામાં જન્મ સમયના વજનથી બમણું વજન થાય ? વર્ષે ત્રણ ગણું થાય પહેલાં ત્રણ મહિનામાં દર મહિને ૧ કિલો વજન વધે પછી ૩ થી ૬ મહિના દર મહિને ૫૦૦ ગ્રામ અને પછી બે વર્ષ સુધી દર મહિને આશરે ૨૫૦ ગ્રામ વજન વધે. જેમ બાળક મોટું થાય તેમ વજનનો દર મહિને થતો વધારો ઓછો થાય તમારા બાળકનું વજન શું હોઈ શકે તે આ મુજબ ગણી શકાય. ૩ થી ૧૨ મહિના: મહિના + ૧/૨, ૧ થી ૬ વર્ષ વર્ષ ઠ ૨ + ૮, અને ૭ થી ૧૨ વર્ષ સુધી વર્ષ ઠ ૭-૫/૨ 

વજન કેમ ન વધે ?: અપૂરતો પ્રોટીન અને કેલરી યુક્ત આહાર મુખ્ય કારણ છે ગરીબ, નિરસ્તા પાતળું દૂધ, ખોરાક આપવાની અયોગ્ય સમજણ અને ઢબ, માનસિક બિમારીઓ જન્મજાત ખોડખાંપણ વિગેરેના કારણે બાળકને પૂરતા પોષણદ્રવ્યો ન મળતા હોવાથી વજન ન વધે. આંતરડાના કીડનીના અને અન્ય ચેપી રોગો, અંતઃસ્ત્રાવની ત્રુટિ જેવા રોગોને લીધે વધેલી કેલરી અને પ્રોટીનનો બગાડ થાય છે. પ્રસુતિ વખતે માતાની સંભાળ અને રોગો, જેનેટીક જન્મજાત હૃદય અને ફેફસાના રોગો બાળકનું વજન ન વધવાના કારણો હોઈ શકે. ડૉક્ટર તમારા બાળકના વજનનો રેકોર્ડ, ઉંચાઇ ચાંડીની જાડાઈ માથાનો ઘેરાવો, હાડકાંનો વિકાસ તથા જરૂરી લેબોરેટરી તપાસ પરથી બાળકનું વજન કેટલું ઓછું અને શા કારણે છે તે જણાવશે. 

બાળકનું તંદુરસ્ત વજન નથી વધતું: બાળકનું નિયમિત વજન કરાવો, તેનો ચાર્ટ બનાવો, આ બાળકો મોટે ભાગે માનસિક કારણોને લીધે ખાતા નથી. પ્રથમ વર્ષમાં ધ્યાન રાખો કે ત્રણ મહિના પછી થોડો ઘન ખોરાક આપતાં રહો. દાળ-ભાત-ખીચડી જેવા અનાજમાં થોડું ઘી તથા ખાંડ નાંખી તેની કેલરી વધારો બાળકને ભાવતો ખોરાક આપો. ૧ વર્ષ સુધી અવશ્ય ધાવણ ચાલુ રાખો. ૧ વર્ષ પછી દૂધનું પ્રમાણ વધારશો નહિ. ઘન ખોરાક જ વધારો, ધાવણ છોડાવી દો.

દર મહિને કેટલો ખોરાક વધે છે તેની નોંધ રાખો. બીજા વર્ષમાં બાળક જીદ્દી રહેશે તેને ભાવતો-ગમતો ખોરાક આપો બધી જાતની દાળ, વેડમીનું પૂરણ ફળગાવેલ મગ, રાધેલા પોચા ચણા, શીરો, મગસ, સુખડી વિ. પ્રોટીન વધુ ધરાવે છે. ૬ મહિના પછી ઇંડાનો જર્દીનો ભાગ બાફીને જે દૂધમાં આપી શકાય. દિવસમાં ૩ થી ૪ વખત જ ખોરાક આપો, બને તો માંગે ત્યારે જ આપો દબાણ, ભય, લાલચ આપશો નહિ. આજે નથી ખાધું તો કાલે ખાશે.

પરંતુ તમારા ભય, માર લડવાથી, તેની માનસિક સ્થિતિ બગાડશે, તેને ખોરાક માટે પ્રેમ નહિ રહે અને ભવિષ્યમાં પણ ખાતો થવાથી શક્યતા ઓછી રહેશે બીજા અને ત્રીજા વર્ષ ઓછું વજન વધે અને ડૉક્ટરી તપાસ નોર્મલ હોય તો ફીકર ન કરશો જેમ બાળક મોટું થાય તેમ ખોરાક આપવાનો જથ્થો વધારો અને જેટલી વખત આપતા હોય તે ઘટાડો. કેટલીકવાર બિમારી પછી ભૂખની દવા ડૉક્ટર લખી આપશે. ૪ વર્ષ પછી બાળકને કોઈ શારીરિક શ્રમ પડે તેવા સ્પોર્ટસમાં જોડાવો. સ્વીમીંગ, દોડવું, કરાટે કે ક્રિકેટ જેવી મનગમતી પ્રવૃત્તિ તેની ભૂખ વધારશે. શાળામાં નાસ્તામાં રોટલી, ભાખરી જેવા કેલરીયુક્ત આહાર લઈ શકે તેવું કરો. ખોરાક વધવા છતાં વજન ન વધે તો માનજો કે તેનો બાંધો પાતળો હશે. ચિંતા ન કરશો. અનેક સરસ ક્રિકેટરો, સ્પોટર્સનાં ખેલાડીઓ પાતળા હોય છે ! બાળકને કુદરતી ભૂખ રહે. ખાવામાં પ્રેમ રહે અને ખાવામાં વિશ્વાસ રહે એ રીતે ખોરાક આપવો એ વજન વધારવાની મુખ્ય દવા છે !