Magazines

નવું શું છે? .

By GS TEAM
6 Nov 20251 min read
નવું શું છે?                                   .

પોલિટિકલ ડ્રામા વેબસિરીઝ 'મહારાણી'ની પ્રથમ સીઝન ૨૦૨૦માં આવી હતી. હવે તેની ચોથી સીઝન આજથી સોની લીવ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. મુખ્ય પાત્રમાં હુમા કુરેશી સાથે વિપિન શર્મા, અમિત સિયાલ, વિનીત કુમાર, શાર્દુલ ભારદ્વાજ અને અન્ય આ સિરીઝમાં દેખાશે. 

'દિલ્હી ક્રાઈમ સીઝન ૩' ૧૩ નવેમ્બરે નેટફ્લિક્સ પર આવશે. શેફાલી શાહની વેબ સિરીઝની પહેલી સીઝન નિર્ભયા કેસની આસપાસ ફરતી હતી, જ્યારે બીજી સીઝન ચડ્ડી-બનિયાન ગેંગ પર કેન્દ્રિત હતી. હવે, ત્રીજી સીઝન દર્શકોને માનવ તસ્કરીની  દુનિયા વિશે સત્ય બતાવશે. શેફાલી શાહની સાથે, હુમા કુરેશી, રસિકા દુગ્ગલ, રાજેશ તૈલંગ અને આદિલ હુસૈન જેવા કલાકારો પણ આ સીઝનમાં જોવા મળશે.

જર્મન ટેલિવિઝન સિરીઝ 'મેક્સટન હોલ'ની સીઝન ૨ આજથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર આવી છે. પહેલા ત્રણ એપિસોડ તરત જ રિલીઝ થશે, નવા એપિસોડ 28 નવેમ્બરના રોજ ફિનાલે સુધી દર અઠવાડિયે રિલીઝ થશે. નવી સીઝનમાં કુલ છ એપિસોડ હશે, જે પહેલી સીઝન જેટલા જ હશે.

ડિરેકટર આદિત્ય સુહાસ જંભાલેની સુપરનેચરલ ડ્રામા-મિસ્ટ્રી વેબસિરીઝ 'બારામુલ્લા' આજથી નેટફ્લિક્સ પર આવી છે. જેમાં માનવ કૌલ મુખ્ય ભૂમિકામાં છે.