Magazines

6000 એકરમાં આંધ્રનું શ્રી સિટી

By GS TEAM
23 Nov 20252 mins read
6000 એકરમાં આંધ્રનું શ્રી સિટી

આંધ્ર્ર પ્રદેશના  મુખ્ય પ્રધાને શ્રી સિટી માટે 6000 એકર જમીન ફાળવી છે. શ્રી સિટી ચન્દ્રાબાબુ નાયડુનો ડ્રીમ પ્રોજક્ટ છે. તેને વૈશ્વિક ઔધ્યોગિક હબ તરીકે વિકસાવવાનો આઇડયા છે જ્યાં  ૫૦ દેશો પોતાની ઓફિસો ઉભી કરીને કામ કરી શકશે. જેના કારણે દોઢ લાખ યુવાનોને જોબ મળવાની સંભાવના છે. શ્રી સિટીમાં પાંચ પ્રોજેક્ટોનું ઉદ્દધાટન કરાયું હતું જેમાં રેમન્ડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓ સાથે એમઓયુ પણ કરાયા હતા. તેમણે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં માત્ર બે દિવસમાં ૧૩ ટ્રિલીયન રૂપિયાનું રોકાણ આવ્યું હતું. શ્રી સિટી નજીક એરપોર્ટ બનાવવાના પ્રોજક્ટ પર વિચારણા ચાલી રહી છે. કિયા કંપની રાજ્યમાં વિવિધ સિટી ઉભા કરવા પ્લાન કરી રહી છે જેમાં ડોન સિટી, સ્પેસ સિટી, એરો સ્પેસ , ડિફેન્સ કોરીડોર વગેરેનો સમાવેશ થાય છે.

વિશ્વભરમાં ભાડાના દરમાં ઉછાળો 

માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ મિલક્તોના ભાડામાં વધારો થઇ રહ્યો છે. ભારતના બહુ નામાંકીત ખાન માર્કેટમાં ભાડાના ભાવમાં માંડ ત્રણ ટકાનો વધારો થયો છે પરંતુ ગુરૂગ્રામની ગેલેરીયા માર્કેટના ભાડામાં ૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. 

કોનોટ પ્લેસમાં ૧૪ ટકાનો વધારો  છે તો મુંબઇના કેમ્પસ કોર્નરમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે. વિશ્વમાં સૌથી વધુ ભાડુ લંડનની બહુ વિખ્યાત બોન્ડ સ્ટ્રીટમાં નાંધાયું છે જ્યારે ન્યુયોર્કની અપર ફિફ્થ એવન્યૂ બીજા નંબરે આવે છે. ટૂંકમાં વિશ્વભરમાં ભાડાના દરમાં વધારો થયો છે.


ભારતમાં કમાઓ, ભારતમાં વાપરો અને ભારત બચાઓ

ભારતમાં પૈસાદારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ભારતના પૈસાદારો વિદેશમાં વસવાટ કરવાનું અને ત્યાં ખર્ચ કરવાનું વધુ વિચારી રહ્યા છે. જેના કારણે ભારતનો પૈસો વિદેશમાં ખેંચાઇ રહ્યો છે. આ બાબતે રિઝર્વ બેંકે ચિંતા વ્યક્ત કરી છે. વિદેશમાં સ્થાયી થવાનું પણ અનેક પૈસાદારો વિચારતા થયા છે તેની પાછળનું મુખ્ય કારણ ભારતના કાયદા છે અને બિઝનેસમાં ઇન્સપેક્ટર રાજથી થતી હેરાનગતી છે. એક અહેવાલ અનુસાર ૨૦૨૩માં ૨.૮૩ લાખ લોકો અલ્ટ્રા હાઇ નેટવર્થમાં (૨૫ કરોડથી વધુ) આવતા હતા જે સંખ્યા ૨૦૨૮ સુધીમાં ૪.૩ લાખ સુધી પહોંચવાની શક્યતા છે. હવે ભારતનો પૈસા ભારતમાં રહે તે માટે ઓવરસીઝ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જેવા પગલાં લેવાના શરૂ કરાયા છે. ભારતમાં નવી ઝૂંબેશ શરૂ થઇ શકે છે જે ભારતમાં કમાઓ, ભારતમાં વાપરો અને ભારત બચાઓ થીમ પર હશે.