For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

યુવાનનો તમાશો તું મારી સાથે સંબંધ નહી રાખે તો તારી સગાઇ બીજે નહી થવા દઉં

ડભોઇરોડ પર જૂના પ્રેમીએ ઘેર પહોંચી પ્રેમિકા અને તેની માતાને ઢોર માર માર્યો

Updated: Sep 6th, 2023

યુવાનનો તમાશો  તું મારી સાથે સંબંધ નહી રાખે તો તારી સગાઇ બીજે નહી થવા દઉંવડોદરા, તા.6 ડભોઇરોડ પર રહેતી એક યુવતીના ઘેર જઇ જૂના પ્રેમીએ તોફાન મચાવી તું મારી સાથે સંબંધ નહી રાખે તો તારી સગાઇ પણ તોડાવી નાંખીશ તેવી ધમકી આપી યુવતી અને તેની માતાને માર માર્યો હતો.

ડભોઇરોડ પર એચપી પેટ્રોલપંપ સામે ગણેશનગરમાં રહેતી દિવ્યા મહેશ માળીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બે વર્ષથી મારા મહોલ્લામાં રહેતા વિષ્ણુ વિઠ્ઠલ માળી સાથે મારે પ્રેમસંબંધ હતો અને ફોન પર વાત કરતાં હતાં. ત્રણ માસ પહેલાં મારા માતા-પિતાને આ વાતની જાણ થતાં તેમની સમજાવટથી મેં વિષ્ણુ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ મારા પિતરાઇ ભાઇએ પણ વિષ્ણુંને સમજાવ્યો હતો.

ગઇકાલે બપોરે હું અને મારી માતા ઘેર હતા ત્યારે અચાનક વિષ્ણુ ઘરમાં આવ્યો હતો અને તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહી તેમ કહેતાં મેં ના પાડતા વિષ્ણુએ ઝઘડો કર્યો હતો અને તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને જાનથી મારી નાંખીશ અને સગાઇ બીજી નહી થવા દઉં તેવી ધમકી આપી માર માર્યો હતો. મને બચાવવા મારી માતા વચ્ચે પડતાં તેની સાથે પણ ઝપાઝપી કરી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Gujarat