For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દહેગામ કપડવંજ હાઇવે પર બાઇકની ટક્કરે મહિલાનું મોત

Updated: Apr 27th, 2024

દહેગામ કપડવંજ હાઇવે પર બાઇકની ટક્કરે મહિલાનું મોત

બેદરકારીથી બાઇક હંકારનાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ

દહેગામ :    લાલુજીની મુવાડી બસ સ્ટેન્ડ પાસે દહેગામ કપડવંજ હાઇવે રોડ ઉપર બાઈક ચાલકે તેનું બાઈક બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી મહિલાને ટક્કર મારતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે દહેગામ પોલીસ સ્ટેશનએ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

 પ્રહલાદજી ચતુરજી સોલંકીએ દહેગામ પોલીસ સ્ટેશનએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ લાલુજીની મુવાડી દેવકરણના મુવાડા દેહગામ ખાતે રહે છે. તેઓ ખેતી કરી તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ ૨૫ એપ્રિલના બપોરના ત્રણ વાગ્યાના તેઓ દેવકરણના મુવાડા ખાતે ગયા હતા. અને ત્યાંથી પરત ઘરે આવતા તે વખતે તેમના ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેથી તેઓ પણ ત્યાં જઈને જોતાં તેમની માતાને અકસ્માત થયો હતો. અને તેમની માતા ચતુર બેનને ઇજા થઇ હતી. આથી તેમને ૧૦૮ દ્વારા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.અને સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે તેમની માતાને દાખલ કરતાં રાત્રીના સમયે સારવાર દરમિયાન મોત થયું હતું. આથી તેઓએ દહેગામ પોલીસ સ્ટેશનએ અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Gujarat