For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લોકસભાની વડોદરા બેઠક પર સવારે 7 થી 11 સુધીમાં 20.77% વોટિંગ : મતદાન મથકો પર લાગી લાંબી કતારો

Updated: May 7th, 2024

લોકસભાની વડોદરા બેઠક પર સવારે 7 થી 11 સુધીમાં 20.77% વોટિંગ : મતદાન મથકો પર લાગી લાંબી કતારો

Lok Sabha Election 2024: હીટવેવની પરિસ્થિતિ વચ્ચે આજે સવારે 7:00 વાગ્યા થી લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયું છે ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળતી હતી. વડોદરાના ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સૌથી પહેલું મતદાન રામભક્ત હનુમાન બનીને આવેલા દીપકશાસ્ત્રીએ મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો.

લોકસભાની વડોદરા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઈ ગયો છે વડોદરા શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ ના જવાનો તહેનાત કરી દેવામાં આવ્યા છે. 

લોકસભાની વડોદરા બેઠકની સાત વિધાનસભા મતવિસ્તારમાં આજે સવારથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી વહેલી સવારે ઉષ્મા ભર્યા વાતાવરણમાં મતદાન કરવા મતદારો નીકળી પડ્યા હતા.

સવારે સાતથી 11 સુધીમાં 20.77% મતદાન

લોકસભાની વડોદરા બેઠક પર આજે સવારે સાત વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધીમાં 20.77% મતદાન નોંધાયું છે આજે વહેલી સવારથી જ મતદાન મથકો પર કતારો લાગી ગઈ હતી જેથી બપોર સુધી મતદાન વધુ થશે તેવો અંદાજ છે.

વડોદરા લોકસભા બેઠક ના સાત વિધાનસભા મતવિસ્તારમાં અકોટા વિધાનસભામાં આજે સવારે સાત વાગ્યાથી 11:00 વાગ્યા દરમિયાનમાં 11 ટકા માંજલપુર વિધાનસભામાં 26.41% રાવપુરા વિધાનસભામાં 10.50 ટકા સાવલી તાલુકામાં 23.62 ટકા સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં 25.88 ટકા વડોદરા સીટીમાં  24.42% જ્યારે વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં 24.60% મતદાન નોંધાયું છે.

Article Content Image

વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ હરણી સ્થિત હનુમાનજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ વેમાલી સ્થિત મતદાન મથક પર તેમના પરિવાર સાથે મતદાન કર્યું હતું.

Article Content Image

ફતેગંજ નવયુગ સ્કૂલના મતદાન મથક પર સવારે 7:00 વાગે દીપક શાસ્ત્રી નામના મતદારે રામભક્ત હનુમાનની વેશભૂષા કરીને મતદાન કરવા આવતા મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું, દિપકશાસ્ત્રીએ મતદાન મથકમાં મતદાન કરતા પૂર્વે મંત્રોચ્ચાર કરી મતદાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 500 વર્ષ બાદ રામ મંદિરની સ્થાપના થઈ છે જે હિન્દુ સમાજ માટે ગૌરવની વાત છે અને તેનો યશ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાય છે આજે શાંતિપૂર્ણ રીતે મતદાનનો મહાપર્વ પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી ગઈ કાલે યજ્ઞ કરવામાં આવ્યો હતો.

વડોદરામાં પહેલા તબક્કામાં માંજલપુરમાં સૌથી વધુ અને સાવલીમાં સૌથી ઓછું મતદાન  

સાત વિધાનસભા મતવિસ્તાર હેઠળ સવારે 7 થી 9 દરમિયાન થયેલા મતદાનમાં માંજલપુર વિધાનસભામાં સૌથી વધુ12.12 ટકા અને સાવલી વિધાનસભામાં સૌથી ઓછું 9.05 ટકા મતદાન થયું છે. વધુમાં સયાજીગંજમાં 11%, અકોટા 10.11%, રાવપુરા 10.5%, માંજલપુર 12% અને સાવલી 9% તેમજ વાઘોડિયામાં 10% મતદાન નોંધાયું હતું

Article Content Image

વડી વાડી વિસ્તારની સ્કૂલમાં EVM ખોટકાયુ : દસ મિનિટ મતદાન રોક્યું

વડોદરા બેઠક પર આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું તે દરમિયાન કેટલીક જગ્યાએ evm ખોટકાયા ના કિસ્સા પણ બન્યા હતા જેને કારણે 10 થી 15 મિનિટ મતદાન રોકવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.  

વડોદરાના વડી વડી વિસ્તારમાં આવેલી વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના રૂમ નંબર 203 માં ઇવીએમ ખોટકાયું હતું જેની જાણ મતદાન મથકના કર્મચારીએ ઉચ્ચ અધિકારીને કરી હતી જેથી તાત્કાલિક મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું અને મશીન બદલવાની કામગીરી કરવામાં આવી હતી જેને કારણે દસ મિનિટ મતદાન અટકાવવામાં આવ્યું હતું.

Article Content Image

વડોદરાના રમતગમત સંકુલમાં પહેલીવાર રમાઈ મતદાન મતદાનની રમત

વાઘોડિયા વિસ્તારમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પુલને અડીને આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આ વર્ષે પહેલીવાર મતદાન મથક રાખવામાં આવ્યું હતું.

આડે દિવસે જ્યાં ખેલાડીઓ ઉભરાતા હોય એવી આ જગ્યાએ આજે મતદારોની કતાર લાગી હતી. જો કે એના મુખ્ય ગેટ થી મતદાન કેન્દ્ર લગભગ 300 મીટર અંદર હતું અને ત્યાં સુધી પહોંચવા ધોમધખતા તાપમાં જવું પડતું હોવાથી વડીલો અને દિવ્યાંગ મતદારો ને થોડી તકલીફ જણાતી હતી.મોટાભાગના મતદારો મતદાન મથકે પહોંચતા સુધીમાં પરસેવે રેબઝેબ થઈ જતાં. મતદારોએ આ જગ્યાને બદલે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ ની જગ્યા વધુ સરળ અને અનુકૂળ હોવાનો મત વ્યકત કર્યો હતો. સ્વિમિંગ પૂલ સાથે રાજનેતા નું નામ જોડાયેલું હોવાથી ચુંટણી તંત્રે મતદાન મથકની જગ્યા બદલી હશે!https://www.gujaratsamachar.com/election-2024

Gujarat