For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરામાં કાઉન્ટિંગ વખતે ઇવીએમ અને વીવીપેટ ખોટકાતા નિર્ણયમાં વિલંબ : માંજલપુરના બદલે પ્રથમ પાદરાનું પરિણામ જાહેર થયું હતું

Updated: Dec 9th, 2022

Article Content Image

વડોદરા,તા.8 ડિસેમ્બર 2022,શુક્રવાર

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત ગતરોજ વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો માટેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે ઇવીએમ અને વીવીપેટ મશીનો ખોટકાતા  નિર્ણયમાં વિલંબ થયો હતો. પરિણામે તંત્રની રાઉન્ડ દીઠ પરિણામની ધારણામાં ફેર પડ્યો હતો. 

 વાઘોડીયા – 21 રાઉન્ડ (બુથની સંખ્યા – 288),  સાવલી – 20 રાઉન્ડ (બુથની સંખ્યા – 273),  ડભોઈ – 20 રાઉન્ડ (બુથની સંખ્યા – 270) , વડોદરા શહેર – 19 રાઉન્ડ (બુથની સંખ્યા – 262), સયાજીગંજ – 19 રાઉન્ડ (બુથની સંખ્યા – 261), અકોટા – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246), રાવપુરા – 21 રાઉન્ડ (બુથની સંખ્યા – 281), માંજલપુર – 16 રાઉન્ડ (બુથની સંખ્યા – 217) , પાદરા  – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246) કરજણ  – 18 રાઉન્ડ (બુથની સંખ્યા – 246) હતા. જેથી વડોદરાની માંજલપુર બેઠકનું પરિણામ ઝડપથી અને વાઘોડીયા તેમજ રાવપુરા બેઠકનું અંતે  આવશે તેવી તંત્રની ગણતરી રાઉન્ડ હિસાબે ધારણા હતી. જોકે મત ગણતરી સમયે ઇવીએમ અને વીવીપેટ મશીનોમાં ખામીના પગલે કેટલીક બેઠકો ઉપર નિર્ણયમાં વિલંબ થયો હતો.

Gujarat