For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના અટલાદરા અને પ્રતાપ નગરમાં વિદેશી દારૂ વેચતા બે ઝડપાયા

માંજલપુર ગરબા ગ્રાઉન્ડ પાસે વિદેશી દારૃ લઇને ઉભેલા આરોપી પકડાયા

Updated: Apr 24th, 2024

વડોદરાના અટલાદરા અને પ્રતાપ નગરમાં વિદેશી દારૂ વેચતા બે ઝડપાયાVadodara Liquor News : અટલાદરા અને પ્રતાપ નગર વિસ્તારમાં વિદેશી દારૃ વેચતા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. 

અટલાદરા પોલીસે મળેલી માહિતીના આધારે  સંતોષી નગર વુડાના મકાનમાં ટાંકી  બાઇક પર બિયરના ટીન લઇને ઉભેલા મહેશ રમેશભાઇ માળી (રહે. સાંઇ દર્શન વુડાના મકાનમાં, સનફાર્મા રોડ)  તથા નિલેષ ચંદુભાઇ રાઠવા ( રહે. હરિઓમ નગર, દંતેશ્વર, મૂળ  રહે. છોટાઉદેપુર) ને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પાસેથી બિયરના 22 ટીન કિંમત રૂપિયા 2,640  ના કબજે કર્યા હતા.

માંજલપુર પોલીસે સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે વિદેશી દારૂ લઇને ઉભેલા મહેશ ઝવેરભાઇ વાઘેલા ( રહે. અણખી ગામ, તા.જંબુસર, જિ.ભરૃચ) તથા દિનેશ ડાહ્યાભાઇ જાદવ (રહે. સાંઇ દર્શન એપાર્ટમેન્ટ, મારૃતિધામ સોસાયટીની બાજુમાં, માંજલપુર) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓ પાસેથી દારૂની ત્રણ બોટલ કબજે કરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાડી પોલીસે પ્રતાપ નગર બ્રિજ પાસે મસ્કેની ચાલીમાં રહેતા અને દારૂ વેચતા કરણ મહેન્દ્રભાઇ કદમના ઘરમાંથી વિદેશી દારૂની 4 બોટલ કબજે કરી છે.

Gujarat