For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રેનો હાઉસફૂલ, મુસાફરો પરેશાન

- હોળી-ધૂળેટીના પર્વને લઇને તા.17 માર્ચ સુધી બોલાતું વેઇટિંગ લિસ્ટ

- સ્લીપર ક્લાસમાં વેઇટિંગ લિસ્ટ પહોંચ્યું 218 સુધી અમદાવાદ, મુંબઇમાં રહેતા રાજસ્થાની પરિવારો મુંઝાયા

Updated: Mar 8th, 2020

Article Content Image

અમદાવાદ, તા. 7 માર્ચ, 2020, શનિવાર

હોળી-ધૂળેટીના પર્વને લઇને અમદાવાદથી રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં મોટું વેઇટિંગ લિસ્ટ બોલાઇ રહ્યું છે.  જેના કારણે હોળી મનાવવા રાજસ્થાન તરફ જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

બાન્દ્રા ટર્મિનસથી બિકાનેર જતી રનકપુર એક્સપ્રેસમાં તા.7 માર્ચનું સ્લીપર ક્લાસમાં 218 વેઇટિંગ બોલાઇ રહ્યું હતું.  લગભગ મોટાભાગની ટ્રેનોમાં 100થી પણ વધુ વેઇટિંગ બોલાય છે. આગામી તા.17 માર્ચ સુધી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.

રાજસ્થાનમાં  હોળી પર્વનું સવિશેષ મહત્વ છે. ગુજરાત, મહારાષ્ટ્માં ખૂબ જ મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારો રહે  છે. આ પરિવારો દર વર્ષે હોળી-ધૂળેટીનો પર્વ મનાવવા માટે સહ પરિવાર અચુક તેમના વતન રાજસ્થાનમાં જતો હોય છે. બાન્દ્રા ટર્મિનસ, અમદાવાદથી રાજસ્થાન જતી ટ્રેનોમાં હાલમાં હાઇસફુલના પાટિયા વાગી ગયા છે. 

પશ્ચિમ રેલવે દ્વારા હોળી-પર્વમાં વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનો દોડાવાઇ રહી છે. ઉપરાંત ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવી રહ્યા છે. તેમ છતાંય મુસાફરોનો ધસારો એટલો બધો છે કે ટ્રેનોમાં લાંબુ લચક વેઇટિંગ લિસ્ટ જોવામળી રહ્યું છે.

આશ્રમ એક્સપ્રેસમાં આગામી તા.12 માર્ચ સુધી, જોધપુર-બાન્દ્રા ટર્મિનસમાં 17 માર્ચ સુધી, બાન્દ્રા ટર્મિનસ-બિકાનેરમાં 13 માર્ચ સુધી, અમદાવાદ-ચંદીગઢમાં 27 એપ્રિલ સુધી વેઇટિંગ લિસ્ટ બોલાઇ રહ્યું છે. આમ હોળી-ધૂળેટી પર્વ બાદ ઉનાળું વેકેશન પણ આવી રહ્યું છે. આ ગાળામાં ઉત્તર ભારત તરફની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ હજુ વધશે. 

નોંધપાત્ર છેકે દર વર્ષે વેકેશન, તહેવારો ટાણે ટ્રેનોમાં મુસાફરી મુશ્કેલ બની જતી હોય છે.  એકાદ સ્પેશિયલ ટ્રેનો દોડાવવા, કોચ વધારવા સહિતના નિર્ણય વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે અપુરતા સાબિત થઇ રહ્યા છે.  તહેવારો ટાણે  મુસાફરોના અતિ ભારે ધસારાને કારણે સહ પરિવાર ટ્રેનની મુસાફરી એક યાતનાસભર મુસાફરી પુરવાર થતી હોય છે.

કઇ ટ્રેનમાં સ્લીપર ક્લાસમાં કેટલું વેઇટિંગ બોલાઇ રહ્યું છે ?

ટ્રેન

તારીખ

વેઇટિંગ

૧૪૭૦૮ રનકપુર એક્સપ્રેસ

૭ માર્ચ

૨૧૮

૧૨૪૮૦ સૂર્યનગરી એક્સપ્રેસ

૮ માર્ચ

૧૮૯

૧૯૧૬૭ અમદાવાદ-વારાણસી

૭ માર્ચ

૧૮૭

૧૨૯૧૫ આશ્રમ એક્સપ્રેસ

૮ માર્ચ

૧૭૦

૧૨૫૪૮ અમદાવાદ-આગ્રા કેન્ટ

૮ માર્ચ

૧૭૦

૧૨૪૭૯ જોધપુર-બાન્દ્રા ટર્મિનસ

૧૦ માર્ચ

૧૭૫

૧૧૪૬૩ સોમનાથ-જબલપુર એક્સપ્રેસ

૮ માર્ચ

૮૨

૧૨૯૮૯ અજમેર એક્સપ્રેસ

૭ માર્ચ

૧૦૧


(નોંધ: તા.7 માર્ચને સાંજના પ વાગ્યાની સ્થિતિએ સ્લીપર ક્લાસમાં ચાલતું વેઇટિંગ લિસ્ટ છે)

Gujarat