For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ત્રણ વર્ષની બાળકીનું અપહરણ ૪૭ વર્ષના આધેડની ધરપકડ

પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી બુજેઠા ગામેથી બાળકીને સલામત શોધી કાઢી

Updated: Sep 13th, 2023

ત્રણ વર્ષની બાળકીનું અપહરણ ૪૭ વર્ષના આધેડની ધરપકડડભોઇ તા.૧૩ ડભોઇમાંથી વહેલી સવારે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થતા ડભોઇ સહિત જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવીના આધારે બાળકીને ઉઠાવી જનાર શખ્સને ઝડપી પાડી તેના ઘરમાંથી બાળકીને સલામત મુક્ત કરાવવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇ વડોદરી ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્સ પાછળ આવેલી વસાહતમાં રહેતા મહેન્દ્ર રાજુભાઈ નાયકની ત્રણ વર્ષની પુત્રી વહેલી સવારથી જ ગુમ હતી જેની બપોર સુધી શોધખોળ કરતા છતાં મળી ન હતી. જેથી ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડભોઇ પોલીસ, એલસીબી સહિત અલગ અલગ સાત પોલીસની ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકીનું અપરણ કરનાર શખ્સ સ્થળ પરથી રિક્ષામાં બેસી શિનોર ચોકડીએ ગયા બાદ ત્યાંથી અન્ય વાહન દ્વારા બુંજેઠા ગામે ગયો હોવાનું જણાયુ હતું.

પોલીસે બુંજેઠા ગામમાં તપાસ કરતા બાળકીનું અપહરણ કરનાર ૪૭ વર્ષના અમૃત ધુળાભાઈ વણકર (બુજેઠા, વણકરફળિયું, તા.તિલકવાડા) સાથે એક નાની બાળકીને જોઈ હતી તેવી માહિતી આધારે તેને બાળકી સાથે તેના ઘરમાંથી જ ઝડપી પાડયો હતો. પોલીસે બાળકીનું મેડિકલ પણ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ઘરમાં એકલો જ રહેતો તેમજ અપરિણિત અમૃત વણકરે ક્યાં કારણોસર બાળકીનું અપહરણ કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.



Gujarat