દારૂની હેરાફેરી તથા વેચાણના ત્રણ ગુના નોંધાયા, ત્રણ ઝડપાયા, બે વોન્ટેડ

Updated: Jan 25th, 2023

વડોદરા,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર

વીતેલા 24 કલાક દરમિયાન વડોદરા શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ મામલે વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકે ત્રણ ગુના નોંધાયા છે. જેમાં પોલીસે દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગોરવા પોલીસે ચોક્કસ માહિતીના આધારે હરીનગર બ્રિજ પાસે દેવ કોમર્શિયલ સેન્ટર પાસે વોચ ગોઠવી શંકાસ્પદ પસાર થતી નંબર પ્લેટ વગરની સ્કૂટી સાથે ચાલકને રોક્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી વિકાસ ઉર્ફે ગદી મહેન્દ્રભાઈ સોલંકી (રહે -ગદાપુરા ક્વોટર્સ ,ગોત્રી )હોવાનું બહાર આવ્યું હતું. તપાસ કરતા સ્કુટીની ડેકી માંથી એક દારૂની બોટલ તથા બે કવોટરિયા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો ,મોબાઈલ ફોન તથા સ્કુટી સહિત કુલ રૂ. 35,600 નો મુદ્દા માલ કબજે કર્યો છે.

બીજા બનાવમાં માંજલપુર પોલીસે ચોક્કસ માહિતીના આધારે જ્યુપિટર ચાર રસ્તા પાસેથી શંકાસ્પદ પસાર થઈ રહેલ એકટીવા ચાલકને રોકી તપાસ કરતા એકટીવાના આગળના ભાગે મુકેલ દારૂની બાર બોટલો મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી વિષ્ણુ સેનફડ વાઘ (રહે- ચતુરાઈનગર )માંજલપુર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો અને એકટીવા સહિત રૂ.37,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ત્રીજા બનાવમાં પીસીબી ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, ઉકાજીના વાડિયામાં રહેતો વિજય હનુભાઈ કહાર તેના ઘરમાં દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી ઘરમાં તપાસ કરતા રસોડાની અભરાઈ ઉપરથી વિદેશી દારૂની ૧૨ બોટલ મળી આવી હતી. પોલીસની પુસ્તકમાં આરોપીએ કબુલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો તેની માસીનો દીકરો સુરેશ દ્વારકાભાઈ કહાર (રહે- પાણીગેટ)ને અજાણ્યા રીક્ષા ચાલકે આપ્યો હતો. જેથી પોલીસે ઉપરોક્ત બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી રૂ.14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


    Sports

    RECENT NEWS