For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લારીવાળાને પોલીસવાન સાથે ઢસડી જનાર ત્રણ પોલીસ કર્મીઓને રિમાન્ડ

Updated: May 3rd, 2024

લારીવાળાને પોલીસવાન સાથે ઢસડી જનાર ત્રણ પોલીસ કર્મીઓને રિમાન્ડવડોદરાઃ વડોદરા રેલવે સ્ટેશન નજીક લારી બંધ કરાવવા ગયેલી પોલીસે લારીવાળા મો.ફૈઝાનને ઢોર માર મારી જીપ સાથે ઢસડી જવાના બનેલા બનાવમાં હત્યાના પ્રયાસ બદલ પકડાયેલા ત્રણ પોલીસ કર્મીઓને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

પોલીસે એલઆરડી મોહંમદ મુબશશિર મોહંમદ સલીમ,રઘુવીર ભરતભાઇ અને ડ્રાઇવર કિશન નટવરભાઇ પરમારને કોર્ટ સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી આરોપીઓ કાયદાના જાણકાર હોવાથી સહકાર આપતા નથી તેમણે લાકડી સિવાય બીજા કોઇ સાધનનો ઉપયોગ કર્યો છેકે કેમ,ક્યા આરોપીનો શું રોલ હતો જેવા મુદ્દા રજૂ કર્યા હતા.કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Gujarat