For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાગ્રસ્ત યુવતીને લગ્ન નહી કરે તો હાથની નસ કાપવાની ધમકી

- વેજલપુરમાં હોમ ક્વોરન્ટાઇન

તમારી દિકરી સાથે લગ્ન કરવા માગુ છું કહી ધમાલ મચાવી, પોલીસ આવતા રખિયાલનો યુવક ફરાર

Updated: Jul 1st, 2020

Article Content Imageઅમદાવાદ,બુધવાર

વેજલપુરમાં રહેતી યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેણીની એક સપ્તાહથી હોમ ક્વોરન્ટાઇ હતી, જ્યારે રખિયાલમાં રહેતા અને એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જઇને  વાતચીત કરવાની જીદ પકડી હતી  અને લગ્ન નહી કરે તો હાથની નસ કાપી અત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

આ કેસની વિગત એવી છે કે વેજલપુર વિસ્તારમાં રહેતી યુવતીનો એક સપ્તાહ અગાઉ  કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી યુવતી સહિત પરિવારના સભ્યો હોમ ક્વોરન્ટાઇ  હતા, ત્યારે  યુવતી સાથે અભ્યાસ કરતો અને  રખિયાલ સુખરામનગર પાસે સંત વિનોબાભાવેનગર ખાતે રહેતા નયનભાઇ.એમ મકવાણા નામનો યુવક  ગઇકાલે બપોરે અચાનક યુવતીના ઘરે ગયો હતો અને ઘરનો દરવાજો ખખડાવીને પરિવારજનોને કહ્યું કે હુ તમારી દિકરી સાથે લગ્ન કરવા માગુ છું એટલે મારે વાતચીત કરવી છે તેવી જીદ પકડી હતી.

પરિવારના સભ્યોએ જતા રહેવાનું કહેતા તકરાર કરીને જો તમે મારી વાત નહી માનો તો હુ હાથની નસ કાપીને આત્મહત્યા  કરીને તમને વધાને હેરાન કરી નાખીશ તેવી ધમકી આપતો હતો જેને યુવતીની માતાએ પોલીસ કન્ટ્રોલમાં ફોેન કરતા પોલીસ આવે તે પહેલા તે નાસી ગયો હતો. આ  ઘટના અંગે વેજલપુર પોલીસે યુવક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat