For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાલુપુર ટાવર પાસે સૂતેલા યુવક જગાડી નીચે પાડી છરીના ઘા મારી લૂંટી લીધો

બુકાનીધારી બે શખ્સોએ યુવક ઉપર ઘાતક હુમલો કરી લોહી લુહાણ કર્યો

માર મારીને મોબાઇલ સહિત રૃા.૧૫,૦૦૦ની મતાની લૂંટ ચલાવી નાસી ગયા

Updated: Mar 28th, 2024

કાલુપુર ટાવર પાસે સૂતેલા યુવક જગાડી નીચે પાડી છરીના ઘા મારી લૂંટી લીધોઅમદાવાદ, ગુરુવાર

પૂર્વ વિસ્તારમાં અસામજિક તત્વો બેફામ બનીને નિર્દોષ લોકો ઉપર ઘાતક હુમલો કરીને લૂંટ ચલાવી રહ્યા છે.  કાલુપુર ટાવર પાસે રહેતા યુવકને છરીના ઘા મારીને લોહી લુહાણ કરીને તેની પાસેથી મોબાઇલ સહિત રૃા. ૧૫,૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે બે  બુકાનીધારી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોતા મારી યુવકને  ઉઠાડયો,ભર નિદરમાં યુવક કંઇ બોલે તે માર મારીને મોબાઇલ સહિત રૃા.૧૫,૦૦૦ની મતાની લૂંટ ચલાવી નાસી ગયા

દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર કાલુપુર ટાવર પાસે રહેતા યુવકે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે યુવક કાલુપુર ટાવર પાસે ધાર્મિક સ્થળે સૂતો હતો જ્યાં સવારે ૯ વાગે  મોંઢે રૃમાલ બાંધેલા બે શખ્સો આવ્યા હતા  અને લાતો મારીને યુવકને જગાડયો હતો યુવક ઉઠતાની સાથે નીચે પાડીને માર માર્યો હતો.

યુલક કંઇ વિચારે તે પહેલા બન્ને શખ્સોએ છરીથી હુમલો કરીને યુવકને લોહી લુહાણ કરીને યુવક પાસેથી મોબાઇલ સહિત રૃા. ૧૫,૦૦૦ની મતાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધીને આસપાસની દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat