For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કૂતરું આડું આવતા રિક્ષાએ પલટી મારી ઃ વૃધ્ધનું મોત

રાયપુરામાં રહેતા વૃધ્ધને નોકરી પર જતા મોત મળ્યું

Updated: Mar 3rd, 2024

કૂતરું આડું આવતા રિક્ષાએ પલટી મારી ઃ વૃધ્ધનું મોતવડોદરા, તા.3 વડોદરા નજીક રાયપુરા ગામમાં રહેતા વૃધ્ધ નોકરી પર જતા હતા ત્યારે તેમની રિક્ષા આગળ આવેલા કૂતરાને બચાવવા જતાં પલટી મારી ગઇ  હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃધ્ધનું મોત નિપજ્યું  હતું.

આ અંગેની વિગત એવી છે કે રાયપુરામાં રહેતા ડાહ્યાભાઇ ભૂપતભાઇ માળી (ઉ.વ.૬૫) સેવાસી ખાતે એફજીઆઇમાં પટાવાળા તરીકે નોકરી કરતાં હતાં. ગઇકાલે સવારે તેઓ પોતાની રિક્ષા લઇને નોકરી પર જવા માટે નીકળ્યા હતાં. રિક્ષા ભાયલી પાસે લાલગુરુ પેટ્રોલપંપ પાસેથી પસાર થતી હતી ત્યારે રોડ વચ્ચે અચાનક કૂતરું આવી જતાં તેને બચાવવા જતા રિક્ષાએ પલટી મારી હતી.

આ અકસ્માતમાં કૂતરું ભાગી ગયું  હતું પરંતુ ડાહ્યાભાઇને ઇજા થતાં તેમને સારવાર માટે ગોત્રી સરકારી દવાખાને ખસેડાયા હતાં. તેમની તબિયત સુધરતા તેમણે રજા આપતા તેઓ ઘેર ગયા હતા પરંતુ ઘેર પહોંચ્યા બાદ અચાનક ગભરામણ થતા ફરી ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ડાહ્યાભાઇનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું  હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



Gujarat