For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દાવેદારોએ બેઠકો કરવા માંડી ભાજપના મોવડીઓ મૂંઝવણમાં

- પક્ષપલટુને લીધે અસંતુષ્ટો પર ભાજપની નજર

- ગઢડા-વલભીપુરમાં આત્મારામ પરમારે બેઠકો કરી, અક્ષય પટેલ સામે સતીષ નિશાળિયાનો મોરચો

Updated: Jul 2nd, 2020

Article Content Image

અમદાવાદ, તા. 2 જુલાઇ, 2020, ગુરૂવાર

પેટાચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસિૃથતીનુ નિર્માણ થયુ છે. હજુ તો નિરીક્ષકો મત વિસ્તારમાં પહોંચે તે પહેલાં જ દાવેદારોએ ચૂંટણી લડવા તૈયારીઓ કરી દીધી છે.

એટલું જ નહીં, સમર્થકો સાથે બેઠકોનો દોર શરૂ થયો છે. ટિકીટ માટે ભાજપમાં જોરદાર ખેંચતાણ જામી છે જેના પગલે હવે પક્ષપલટુઓને ટિકીટ આપવી ભાજપ માટે જોખમી બની રહે તેમ છે. 

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોના રાજીનામાના પગલે હવે વિધાનસભાની પેટાચૂંટણી યોજાનારી છે.આઠ બેઠકો પર યોજાનારી ચૂંટણીને પગલે ભાજપે પ્રત્યેક બેઠક દીઠ એક મંત્રી અને સંગઠનના મહામંત્રીને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપી છે.

હવે આ નિરીક્ષકો જે તે મત વિસ્તારમાં જઇને સૃથાનિક આગેવાનોને મળીને ઉમેદવારથી માંડીને સૃથાનિક રાજકીય પરિસિૃથતીનો અંદાજ મેળવશે. હજુ તો 4 જુલાઇએ નિરીક્ષકો પહોંચે તે પહેલાં જ ભાજપની ટિકીટ મેળવવા થનગનતા દાવેદારોએ ચૂંટણી લડવા વાઘા સજાવી દીધા છે.

ગઢડા બેઠક પર પક્ષપલટુ ધારાસભ્ય પ્રવિણ મારૂનું પત્તુ કપાઇ શકે છે તે જોતાં પુર્વ મંત્રી આત્મારામ પરમારનુુ ફરી કમબેક થઇ શકે છે. આત્મારામ પરમારે તો ગઢડા અને વલભીપુરમાં કાર્યકરો-સમર્થકો સાથે બેઠકો પણ શરૂ કરી દીધી છે. અત્યારથી જ ગઢડા બેઠક પર એવુ વાતાવરણ ઉભુ કરાયુ છેકે,પ્રવિણ મારૂ નહી પણ આત્મારામ પરમારને જ ટિકીટ મળશે. 

આ તરફ, કરજણ બેઠકમાં ય ડખાં ઉભા થયાં છે. કેમકે,કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપ ટિકીટ આપી શકે છે પરિણામે ભાજપમાં અસંતોષનો ભડકો થયો છે.

ભાજપના કાર્યકરો અક્ષય પટેલને ટિકીટ મળે તેનાથી ખુશ નથી. આ જ અક્ષય પટેલે ભાજપના પુર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયા સામે સુગર કૌભાંડને લઇને ઘણાં આક્ષેપ કર્યા હતાં. હવે જયારે અક્ષય પટેલે ભાજપમાં પ્રવેશ કર્યો છે ત્યારે સતિષ નિશાળિયા વચ્ચે મનમેળ નથી.

સતિષ નિશાળિયાના સમર્થકો અક્ષય પટેલને સબક શિખવાડવાની ફિરાકમાં છે. ભાજપના નેતાઓ પણ ચિંતિત છે કેમ કે, અસંતુષ્ટો પક્ષપલટુઓને સબક શિખવાડે તો પરિણામ કઇંક જુદા જ આવી શકે છે. આમ, આઠેય બેઠકો પર અત્યારથી જ અંદરોઅંદરના ડખા છે જેના કારણે અસંતોષ ભભૂક્યો છે.જે પેટાચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે.

Gujarat