For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કલોેલમાં ચાલતી જતી મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

Updated: Jul 1st, 2021

Article Content Image

બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરોએ રૃપિયા ૪પ હજારનો દોરો તોડી લેતાં તાલુકા પોલીસમાં ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં આમ તો ચેઈન સ્નેચીંગના બનાવો અટકી ગયા છે પરંતુ કલોલના પંચવટીમાં ચાલતી જઈ રહેલી મહિલાના ગળામાંથી બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો ૪પ હજારની કિંમતનો સોનાનો દોરો તોડીને પલાયન થઈ ગયા હતા. આ મહિલાએ ચેઈન સ્નેચરોનો પીછો કર્યો હતો પરંતુ તે હાથ આવ્યા નહોતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી ચેઈન સ્નેચરોની શોધખોળ આદરી છે. 

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે ત્યારે ચેઈન સ્નેચરોએ ફરી માથુ ઉંચકયું હોય તેમ લાગી રહયું છે. જિલ્લાના કલોલ તાલુકાના પંચવટી વિસ્તારમાં પરમેશ્વર રોહાઉસના મકાન નં.૧માં રહેતાં ભીખીબેન જેપારામ પ્રજાપતિ ગઈકાલે સાંજના સમયે તેમના ઘર નજીક આવેલી દ્વારકેશ બંગલોઝ સોસાયટીમાંથી ઘરે પરત ફરી રહયા હતા તે દરમ્યાન સર્જન બંગલોઝ પાસે પહોંચ્યા ત્યારે આંકડાના છોડની પાછળ બે અજાણી વ્યક્તિ ઉભી હતી અને તે પૈકી એક વ્યક્તિએ તેમના ગળામાંથી ૪પ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી લીધો હતો અને ત્યારબાદ તે બાઈક ઉપર બેસીને નીકળી ગયા હતા. મહિલાએ બુમાબુમ કરવા છતાં આ ચેઈન સ્નેચરો હાથ આવ્યા નહોતા. જેથી આ મામલે તેમણે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે અજાણ્યા ચેઈન સ્નેચરો સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૃ કરી છે. પોલીસે ચેઈન સ્નેચરોને પકડવા માટે આસપાસના સીસીટીવી ફુટેજની પણ ચકાસણી હાથ ધરી હતી. 

Gujarat