For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાણી પુરવઠા બોર્ડના મદદનીશ ઇજનેર પાસેથી ૧૧.૭૮ લાખની રોકડ મળી

એસીબીએ મદદનીશ ઇજનેર સહિત ત્રણ લોકો સામે લાંચ રૂશ્વતનો ગુનો નોંધ્યો હતોઃ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાશે

પોરબંદર એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન

Updated: Apr 19th, 2024

પાણી પુરવઠા બોર્ડના મદદનીશ ઇજનેર પાસેથી ૧૧.૭૮ લાખની રોકડ મળીઅમદાવાદ, શુક્રવાર

પોરબંદર એસીબી દ્વારા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડના મદદનીશ ઇજનેર અને અન્ય બે કર્મચારીઓ સામે રૂપિયા સાત હજારની લાંચનો કેસ નોંધ્યો હતો. જે કેસની તપાસ અનુસંધાનમાં મદદનીશ ઇજનેરની પોરબંદરના ઘર પર સર્ચ ઓપરેશન દરમિયાન રૂપિયા ૧૧,૭૮ લાખની રોકડ મળી આવી હતી. જે અંગે એસીબીએ વધુ તપાસ શરૂ કરી છે. પોરબંદરમાં આવેલા ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડમાં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા દિપ્તીબેન થાનકી અને અન્ય બે કર્મચારીઓને કોન્ટ્રાક્ટર પાસેથી  બીલ મંજુર કરાવવાના બદલામાં સાત હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતા. જે અંગે એસીબીએ તપાસની કામગીરી અનુસંધાનમાં દિપ્તીબેનના પોરબંદરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા વ્રજવિહાર  એપાર્ટમેન્ટમાં આવેલા મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  જેમાં ૧૧.૭૮ લાખની બિન હિસાબી રોકડ મળી આવી હતી. જે અંગે દિપ્તીબેનની પુછપરછ કરવામાં આવી હતી. પરંતુ, તે આ રોકડ અંગે ખુલાસો કરી શક્યા નહોતા. જેથી આ રકમ જપ્ત કરીને વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે.

Gujarat