For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના દાંડિયા બજારમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

છ જુગારીઓ ઝડપાયા : રોકડા અને મોબાઇલ સહિત ૮૫ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે

Updated: Apr 24th, 2024

વડોદરાના દાંડિયા બજારમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડોGambling News Vadodara : દાંડિયાબજાર પિરામિતાર રોડ પર ચાલતા જુગારધામ પર રાવપુરા પોલીસે દરોડો પાડીને છ જુગારીઓને ઝડપી પાડયા છે.

દાંડિયાબજાર પિરામિતાર રોડ પર કાછીયા  પોળમાં રહેતો નિતીન ઉર્ફે ટીનો મિસ્ત્રી પોતાના ઘરે બીજા માળે જુગાર ધામ ચલાવે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા છ જુગારીઓને ઝડપી  પાડી રોકડા 51,800, છ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 85,800 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (1) નીતિન મિસ્ત્રી (2) મહેશ નથ્થુભાઇ પરમાર (3) કંચન મોહનભાઇ સોલંકી (4) વિક્કી પ્રાગજીભાઇ મહેતા( ત્રણેય  રહે. નવી ધરતી, નાગરવાડા) (5) યતિન મનહરભાઇ દરજી (રહે. શ્રીજી દર્શન કોમ્પલેક્સ, આજવા રોડ) તથા (6) ધર્મેશ ઉર્ફે ઘેટો રમેશભાઇ ગોહિલ (રહે. ઝંડાચોકની પાછળ, કિશનવાડી) નો સમાવેશ થાય છે.

Gujarat