For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું, નવાં ૫૪ કેસ

અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ

નવાં ૫૪ સામે ૧૬ દર્દીઓ જ ડિસ્ચાર્જ, એક્વિટ કેસોની સંખ્યામાં સતત વધારો યથાવત્

Updated: Nov 17th, 2021

અમદાવાદ, બુધવાર

ગુજરાતમાં કોરોના ફરી ધીમે-ધીમે માથું ઉંચકી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવાં ૫૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ૨૮ કેસ નોંધાયા છે. આજે નવાં ૫૪ દર્દીઓ સામે માત્ર ૧૬ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળ્યું છે. જેના કારણે એક્ટિવ કેસોની સંખ્યમાં સતત વધારો યથાવત્ છે.


આજે અમદાવાદમાં ૨૮, સુરતમાં સાત, વડોદરામાં સાત, કચ્છમાં બે, રાજકોટમાં ત્રણવલસાડમાં બે, ભરૃચમાં એક, જામનગરમાં એક, જૂનાગઢમાં એક, નવસારીમાં એક અને તાપીમાં એક કેસ નોંધાયો છે. આ સિવાયના ૨૨ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો છે. નવાં ૫૪ કેસ સામે માત્ર ૧૬ વ્યક્તિને જ ડિસ્ચાર્જ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી નવાં કેસોની સામે ડિસ્ચાર્જ પામતા દર્દીઓનું પ્રમાણ ઘણું ઓછું નોંધાયું છે. જેના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલની પરિસ્થિતિએ ગુજરાતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૨૯૧ છે. જે પૈકી આઠ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૨૮૩ દર્દીઓ સ્ટેબલ છે. છેલ્લાં ૨૪ કલાકમાં  ગુજરાતમાં ૪,૨૫,૭૨૧ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે. જેમાંથી સૌથી વધુ ૨,૭૪,૧૬૬ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના વ્યક્તિઓને રસીના બીજા ડોઝ તરીકે આપવામાં આવ્યા છે.

Gujarat