For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

૨૦ વર્ષના સંબંધનો અંત લાવતા ૪૭ વર્ષની મહિલાને જૂના પ્રેમીએ કહ્યું તું મારી નહીં તો કોઇની નહીં

તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને જાનથી મારી નાંખીશ

Updated: Oct 24th, 2023

૨૦ વર્ષના સંબંધનો અંત લાવતા  ૪૭ વર્ષની મહિલાને જૂના પ્રેમીએ કહ્યું તું મારી નહીં તો કોઇની નહીંવડોદરા, તા.24 ૨૦ વર્ષથી ચાલતા પ્રેમસંબંધનો અંત લાવ્યા બાદ ૪૭ વર્ષની મહિલાના ઘેર આવી પ્રેમીએ તું મારી નહીં તો કોઇની નહી તેમ કહી ધમકીઓ આપતા મહિલાએ આખરે જૂના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.

પાવીજેતપુર તાલુકાની મૂળ વતની પરંતુ  હાલ વાઘોડિયામાં રહેતી ૪૭ વર્ષની પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિનું ૨૦ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. મારે બોડેલી તાલુકાના સુસ્કાલ ગામે રના ફળિયામાં રહેતા કંચન શાંતિલાલ બારીયા સાથે ૨૦ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બે માસ પહેલાં કંચને મારા પર શક રાખી ઝઘડો કર્યો હતો પરંતુ બાદમાં અમે બંનેએ હવે પોતાનું જીવન પોતાની રીતે જીવવાનું તેમ નક્કી કરી સમાધાન કર્યું હતું.

છેલ્લા એક માસથી હું ભત્રીજાના ઘેર રહેવા માટે આવી છું તા.૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે હું ઘેર હતી ત્યારે તે ઘેર આવ્યો હતો અને તું મારી સાથે કેમ સંબંધ રાખવા માંગતી નથી કે બોલતી નથી તેમ કહી અપશબ્દો  બોલતા મેં અપશબ્દો બોલવાની ના પાડતા તેણે ધમકી આપી હતી કે તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ તા.૧૫ ઓક્ટોબરના રોજ સાંજે ફરીથી કંચન ઘેર આવ્યો હતો અને જો તું મારી સાથે સંબંધ નહી રાખે અને બીજા સાથે સંબંધ રાખે તો, તું મારી નહીં તો કોઇની નહી તેમ કહી ધમકીઓ ફરીથી આપી હતી.



Gujarat