For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેન્ક જેવો પેટીએમનો મેસેજ કરી સામાન ખરીદી ઠગાઇ કરતા બે ગઠિયા ઝડપાયા

માધુપુરા, ખાનપુર, લાલદરવાજાના વેપારી સાથે ઠગાઇ કરી હતી

હજારોની કિંમતના તેલના ડબ્બા લઇ જઇ છેતરપીડી કર્યાની કબૂલાત

Updated: Nov 24th, 2021

 Article Content Imageઅમદાવાદ,બુધવાર

લાલદરવાજામાં સામાનની ખરીદી કરી હતી અને માધુપુરા માર્કેટ તથા ખાનપુરમાં તેલના વેપારી પાસેથી તેલના ડબ્બા ની ખરીદી કરીને વેપારીને બેન્કમાંથી આવે તેવો પેટીએમનો મેસેજ કરીને તેલના ડબ્બા લઇને છેતરપીડી કરવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે શાહપુરમાં રહેતા બે શખ્સોને ઝડપી પાડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

માધુપુરા માર્કટ તથા ખાનપુરમાં વેપારી પાસેથી હજારોની કિંમતના તેલના ડબ્બા લઇ જઇ છેતરપીડી કર્યાની કબૂલાત કરી  

આ કેસની વિગત એવી છે કે  ઝોન-૨ સ્ક્વોર્ડે ચોક્કસ બાતમી આધારે દુકાદારો સાથે પેટીએમ મેસેજ  કરવાના બહાન ેછેતરપીડી કરતા બે શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં શાહપુર ખાનપુર દરવાજા  પોલીસ ચોકી પાછળ રહેતા આસીફ અનવરભાઇ શેખ (ઉ.વ.૨૦ ) તથા ખાનપુર ચકલામાં નારણદાસની ચાલીમાં રહેતા રીઝવાન ઉર્ફે કાંટા ઇમ્તીયાઝભાઇ શેખ (ઉ.વ.૨૪)નો સમાવેશ થાય છે. પોીલસ તપાસમાં આરોપીએ રાણીપ પાસે બલોલનગર ખાતે   રહેતા  અને માધુપુરા માર્કેટમાં ગાયત્રી કિરાણા ભંડાર નામની દુકાન ધરાવતા મુકેશભાઇ ગોહીલની દુકાને ૩૦ નારોજ સાંજે દુકાન પર  ગયા હતા અને તેલના ૧૫ કિલોના ૨ તથા પાંચ લિટરના બે કેરબાની ખરીદી કરી હતી અને પેટીએ કર્યુ ંહોવાનું કહ્યું હતુ.

જો કે જે તે સમયે મેસેજ આવ્યો હતો જેથી ખાતામાં રૃપિયા હોવાનું માની લીધું હતુ ત્યારબાદ તપાસ કરતાં બેન્ક એકાઉન્ટમાં રૃપિયા જમા  થયા ન હતા. બીજા બનાવમાં ખાનપુરમાં મહાવીર પ્રોવિઝન સ્ટોરમાં પણ જઇને તા. ત્રણ મહિના પહેલા  વેપારી વિનાદભાઇના ત્યાં જઇને તેલના રૃા. ૫૧,૦૦૦ના ડબ્બાની ખરીદી કરી હતી અને વેપારી સાથે આડી અવળી વાતો કરીને વેપારીના મોબાઇલમાં બનાવટી પેટીએમનો મેસજ કરીને નાસી ગયા હતા.


Gujarat