For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુબેરનગરના શખ્સોએ દિલ્હીમાં કારના કાચ તોડી 14 લાખની ચોરી કરી હતી

રાજ્ય બહાર અનેક ચોરીના ગુના આચર્યા

તકરાર કરીને ગાડીનો કાચ તોડી અને ડેકીમાંથી કિંમતી સામાનની ચોરી કરતા હતા

Updated: Sep 15th, 2021

Article Content Imageઅમદાવાદ,બુધવાર

કુબેનગરમાં રહેતા શખ્સો દિલ્હીમાં જઇને ચોરી કરી હતી, પોલીસે તેમની પાસેથી રૃા. ૩.૨૫ લાખનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આ ગેંગ રાજ્ય બહાર જ ચોરીઓ કરતી હતી. અકસ્માત કર્યો છે કહીને કાર રોકીને દવાના ખર્ચની વાત કરીને તકરાર કરતા અને નજર ચૂકવીને કારનો કાચ તોડીને તથા ડેકીમાંથી કિંમતી સામાનની ચોરી કરતા હતા.

અકસ્માત કર્યો છે કહી કાર રોકીને  સારવાર કરાવાની વાત કરી તકરાર કરીને ગાડીનો કાચ તોડી  અને ડેકીમાંથી કિંમતી સામાનની ચોરી કરતા હતા

શહેર  ક્રાઇમ બ્રાંચે ચોક્કસ બાતમી આધારે કુબેરનગરથી બે આરોપીઓને ઝડપી પાડયા હતા જેમાં સરદાનગર, છારાનગર, ફ્રી કોલોની ખાતે  રહેતા પંકજ જવાહર માછરેકર (ઉ.વ.૩૩) તથા નિલેશ  ઉર્ફે લાલીયો ફતિયા ભોગેકર (ઉ.વ.૫૨)ની પોલીસે ચોરીના રૃા. ૩.૨૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓએ ૨૫ દિવસ પહેલા દિલ્હી ખાતે ગાર્ડન કટ પોસ્તા રોડ પર પાસે એક કાર ચાલકને રોકીને એક્સીડન્ટ બાબતે તકરાર કરીને દવાનો ખર્ચ આપવાની વાત કરી હતી દરમિયાન બીજા શખ્સે કારનો કાચ તોડીને અંદરથી રોકડા રૃા. ૧૪ લાખની ચોરી કરી હતી, આ ગેંગ માત્ર રાજય બહાર ચોરી કરીને અમદાવાદ આવીને છૂપાઇ જતા હતા આજ દિન સુધી આવા અનેક ચોરીના ગુનાને  અજામ આપી ચૂક્યા છે. પોલીસે આરોપીઆના રિમાન્ડ મેળવીને આ સિવાય અમદાવાદમાં કેટલા ગુના આચર્યા છે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.


Gujarat