વડોદરા જિલ્લામાં અત્યાર સુધીમાં કરૂણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાએ 1.19 લાખ પશુઓના જીવ બચાવ્યા


- જિલ્લા ઉપરાંત વડોદરા શહેરમાં પણ 31495 પશુ પક્ષીઓની સારવાર કરી

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર

ગુજરાતમાં અબોલ પશુઓ માટે કરૂણા એમ્બ્યુલન્સ ( 1962 )અને ફરતા પશુ દવાખાના દ્વારા સારવાર આપવાની કામગીરી કરવામાં આવે છે. ફરતા પશુ દવાખાના અને કરુણા એમ્બ્યુલન્સએ અત્યાર સુધીમાં 1,19,751 નિરાધાર પશુઓને સારવાર આપી જીવ બચાવ્યા છે. વડોદરા જિલ્લામાં ફરતા પશુ દવાખાના 10 ગામ દિઠના શિડયુલ દરમિયાન 1,15,006 અને ઇમર્જન્સી પરિસ્થિતિમાં 4,745 માલિકીના પશુઓની નિશુલ્ક સારવાર કરાઈ છે. કરૂણા એમ્બ્યુલન્સએ વડોદરા જિલ્લા ઉપરાંત અત્યાર સુધીમાં વડોદરા શહેર વિસ્તારમાં બિનવારસી 31,495 પશુ પક્ષીઓની સારવાર કરી છે.

City News

Sports

RECENT NEWS