For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરાના માંજલપુરમાં રૂપાલાના વિરોધ દર્શાવતા બેનરો ઉતારાયા : કરણી સેનાના કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા

Updated: Apr 18th, 2024

વડોદરાના માંજલપુરમાં રૂપાલાના વિરોધ દર્શાવતા બેનરો ઉતારાયા : કરણી સેનાના કાર્યકરોને પોલીસ સ્ટેશન લઈ જવાયા

Lok Sabha Election 2024 :વડોદરા માંજલપુર ગામ અને દરબાર ચોકડી પાસે પરષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવતા બેનરોનકરણી સેના દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેથી પોલીસ બંને બેનર ઉતારી લીધા હતા અને કરણી સેનાના 30 જેટલા યુવકોને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.

રાજકોટમાં કરણી શેના માટે ટિપ્પણી કરનાર પરશોત્તમ રૂપાલા સામે દિન પ્રતિદિન આક્રોશ વધી રહ્યો છે. તાજેતરમાં જ કરણી સમાજના લોકોનું મહાસંમેલન મળ્યું હતું. ત્યારે આજરોજ ગુરુવારે કરણી સેનાના યુવકો દ્વારા પરશોત્તમ રૂપાલાને આપેલી ટિકિટ પરત ખેંચવામાં નહિ આવે તેની સામે વિરોધ દર્શાવતા બેનરો દરબાર ચોકડી અને માંજલપુર ગામમાં લગાવવામાં આવ્યા હતા. જેની કોઈ દ્વારા ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. જેથી આજરોજ ગુરુવારે પોલીસ ટીમે માંજલપુર ગામ તથા દરબાર ચોકડી ખાતે લગાવવામાં આવેલા બેનરો ઉતારી લેવામાં આવતા હતા. બેનર ઉતારવામાં આવતા હોવાનું જાણી થતા કરણી સેનાના 30 જેટલા યુવકો સ્થળ પહોંચી ગયા હતા અને બેનર ઉતારવા નારાજગી દર્શાવી હતી. પરંતુ પોલીસ બેનરો કબજે કરીને કરણી સેનાના 30 જેટલા યુવકોને માંજલપુર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા.

રૂપાલા હાય-હાયના નારા લગાવતા કાર્યકર્તાઓની થઈ હતી અટકાયત

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાએ કરેલી ટિપ્પણી મુદ્દે ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે થોડા દિવસ અગાઉ જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા મોદીનો પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે 'રૂપાલા હાય હાય'ના નારા લગાવતા દોડધામ મચી ગઈ હતી. જ્યારબાદ ત્યાં હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરતાં પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરાતાં મામલો શાંત પડ્યો હતો.


Gujarat