For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોમ સાયન્સની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇને આપઘાત

પરીક્ષાના ટેન્શનમાં જીવ ટૂંકાવ્યું હોવાની શંકા

Updated: Apr 29th, 2024

હોમ સાયન્સની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઇને આપઘાત વડોદરા,હોમ સાયન્સમાં ભણતી વિદ્યાર્થિનીએ પોતાના બેડરૃમમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂ સમા વિસ્તારમાં  ઉમિયા નગરની સામે હિરા લક્ષ્મી પાર્ક સોસાયટીમાં રહેતી અદિતી કમલેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.૨૩) એમ.એસ.યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અદિતીએ ગઇકાલે પોતાના ઘરે બેડરૃમમાં પંખા સાથે ઓઢણીનો એક છેડો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે સમા પોલીસે તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી હતી કે, અદિતીની પરીક્ષા નજીક  હોવાથી તેના ટેન્શનમાં તેણે આપઘાત કરી લીધો હોવાની શક્યતા છે.

Gujarat