For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખી વારંવાર દારૃ પીને પત્નીને માર મારતો

Updated: Apr 28th, 2024

અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખી વારંવાર દારૃ પીને પત્નીને માર મારતો

લગ્ન જીવનના ૨૪ વર્ષ બાદ પણ પતિ સુધર્યો નહીં

સસરા અને દિયર પણ ત્રાસ આપતા : આખરે કંટાળીને પરિણીતા પુત્રીઓ સાથે પિયરમાં પહોંચી ઃ પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા ગામમાં રહેતી પરણીતાને લગ્નજીવનના ૨૪ વર્ષ બાદ પણ પતિ દ્વારા અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી દારૃ પીને માર મારવામાં આવતો હતો.સસરા અને દિયર પણ ત્રાસ આપતા હતા આખરે કંટાળીને આ પરણીતાએ ગાંધીનગરના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.

સમાજમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓ ઉપર ત્રાસ ગુજારવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા ગામમાં રહેતી મહિલાના લગ્ન આજથી ૨૪ વર્ષ અગાઉ ગાંધીનગર પંથકના જ ગામમાં રહેતા યુવાન સાથે થયા હતા. શરૃઆતના જ દિવસોમાં સુખેથી લગ્નજીવન ચાલ્યું હતું અને આ પરણીતાએ બે બાળકીઓને જન્મ આપ્યો હતો. જોકે એક દીકરીના લગ્ન થઈ ગયા બાદ પતિ અન્ય ી સાથે આડા સંબંધ ધરાવતો હતો અને જે બાબતે આ પરણીતા દ્વારા વિરોધ કરવામાં આવે તો તેને માર મારવામાં આવતો અને તારે કંઈ પૂછવાનું નહીં તેમ કહી ધમકાવવામાં આવતી હતી. બીજી બાજુ બીજી દીકરીના અભ્યાસ માટે પણ પતિ ખર્ચ આપતો ન હતો. જેથી ભાઈના ઘરેથી રૃપિયા લાવવાની ફરજ પડતી. એટલું જ નહીં થોડા સમય અગાઉ આ મહિલાના ભાભીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાથી તે પુત્રી સાથે હોસ્પિટલ ગઈ હતી અને પરત ઘરે પહોંચી ત્યારે સસરા દ્વારા તેણી સાથે ગાળાગાળી કરવામાં આવી હતી. આ દરમિયાન દિયર પણ હાજર હતા અને તેમણે પણ સસરાનું ઉપરાણું લઈને બોલાચાલી કરી હતી છેવટે કંટાળીને પરિણીતાએ ભાઈને બોલાવી લીધા હતા અને પુત્રી સાથે પિયરમાં પહોંચી હતી જોકે સમાધાન માટે પ્રયાસ કર્યા હતા પરંતુ પતિ કે સસરા સમાધાન બાબતે તૈયાર નહીં થતા આખરે કંટાળીને ગાંધીનગરના મહિલા પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

Gujarat