For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ, જિ.પં.માં 61.68%, તા.પં.માં 62.80 અને ન.પા. માટે 53.24% મતદાન

Updated: Feb 28th, 2021

Article Content Imageઅમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપલાલિકા માટે મતદાન શરુ થઇ ગયું છે. રાજ્યમાં આજે 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરી રહ્યા છે.

ચૂંટણીમાં સુપક્ષાને ધ્યાને રાખીને ગુજરાત પોલીસે 26 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને એસઆરપીની ૬૫ કંપની તહેનાત કરી છે. તો 97 આંતર રાજય અને 437 આંતરિક ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. આજે રાજ્યની કુલ 5481 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.

Live Update

- રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે આજે છૂટી છવાઈ ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં સરેરાશ 60% જેટલું મતદાન નોંધાયું છે. જેમા જિલ્લા પંચાયતમાં 61.68%, તાલુકા પંચાયતમાં 62.80% અને નગરપાલિકામાં 53.24% મતદાન નોંધાયું છે. આગામી 2જી માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે.

- દાહોદના જાલૌન ગામમાં બૂથ કેપ્ચરિંગની ઘટના બની છે. આ ગામમાં EVM મશીન તોડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તેમજ મતદાનને અટકાવવામાં આવ્યું છે.

- વિરમગામમાં ભાજપ અને અપક્ષના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અહીં થોડીવાર માટે સ્થિતિ તંગ બની હતી. ટોળાને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ​​​​​​

- રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન ચાલી રહ્યું છે. આજે 4 વાગ્યા સુધીમાં 46% મતદાન થયું છે. જેમાં જિલ્લા પંચાયત માટે 46.78%, તાલુકા પંચાયત માટે 49.23% અને નગરપાલિકા માટે 43.14% મતદાન નોંધાયું છે. સૌથી વધારે ડાંગમાં મતદાન નોંધાયું છે.

- રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આજે બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 33% મતદાન નોંધાયું છે. જેમાં જિલ્લા પંચાયત 34.91%, તાલુકા પંચાયત 34.24% અને નગરપાલિકા 31.23% મતદાન નોંધાયું છે.

- માંડવીના હાઈસ્કૂલ પ્રાથમિક શાળા ખાતે 101 વર્ષના વૃધ્ધા એ કપિલા બેન મોહનલાલ સુરતી મતદાન કર્યું.

- તાપી જિલ્લાના બુહારી ગામમાં પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોનું ફૂલ આપી સ્વાગત કરાયું.

- સુરત જિલ્લામાં એક માત્ર 99 વર્ષીય હયાત સ્વાતંત્ર સેનાની મણીબેન પટેલે કર્યું મતદાન.

- નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ કડીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

- રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને તાલુકા પંચાયત ની 197 બેઠક ની ચૂંટણીમાં બપોરે 1 સુધીમાં સરેરાશ એવરેજ 30 થી 35 ટકા મતદાન થઈ ગયું હોવાનો અંદાજ છે. મતદાનનો ટ્રેન્ડ જોતાં 60 ટકાથી વધુ મતદાન થશે.

- રાજકોટ જિલ્લામાં 1146 મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. 3000થી વધુ જવાનો નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

- કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ વીંછીયામાં અને જયેશ રાદડિયાએ જામકંડોરણામાં મતદાન કર્યું હતું.

- રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 17.50% મતદાન નોંધાયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં 17.86%, નગરપાલિકામાં 17.03 અને તાલુકા પંચાયતમાં 18.83% મતદાન નોંધાયું છે.

- રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધારે મોરબીમાં 9.42% મતદાન નોંધાયું છે

- રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 10 વાગ્યા સુધીમાં સરેરાશ 6% મતદાન નોંધાયું છે

- ભરૂચ, ગોધરા, ગોંડલ અને ધારીમાં EVMમાં ખામી સર્જાય છે

- ગોંડલના બિલિયાળા ખાતે વરરાજા અને દુલ્હન મતદાન મતથકે પહોંચ્યા હતા.જ્યાં દુલ્હને મતદાન કર્યુ

- ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વન આદિજાતિ મંત્રી રમણ ભાઈ પાટકર અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ મતદાન કર્યુ

- કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રુપાલાએ ઇશ્વરિયામાં પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ, તેમના 95 વર્ષીય માતાએ પણ મતદાન કરી પ્રેરણા આપી

- સંતરામપુર તાલુકાની ગોઠીબ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ટેકેદારો પર હુમલાની ઘટના બની છે. આ હુમલામાં ૩ વ્યક્તિઓ ઘવાયા છે જેમને મધ્યરાત્રિ બાદ કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક કોંગ્રેસે ભાજપ ઉમેદવાર અને તેમના પુત્ર અને સમર્થકોએ આ હુમલો કરાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની જાણ થતા કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિતના અગ્રણીઓ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદની કવાયત હાથ ધરાઇ હતી.

- વલ્લભીપુરના એક મતદાન મથક પર મારામારીની ઘટના સામે આવી છે

- બોટાદ, ગાંધીનગર ને નસવાડીની અંદર વરરાજાએ લગ્ન વહેલા મતદાન કરી નાગરિકધર્મ નિભાવ્યો

Gujarat